યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ “મિશન ગંગા” અંતર્ગત યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકો અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ભારત લાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહાનગરમાં રહેતા વિપુલભાઈ તથા ભાવિશાબેનની દીકરી યુક્રેનમાં ચર્નિવર્સી ખાતે બીએસએમયુ યુનિવર્સિટી ખાતે એમબીબીએસમાં અભ્યાસ કરતી ભવ્યા સુખરૂપ રીતે માદરે વતન જૂનાગઢ પહોંચી હતી. ત્યારે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, મિડિયા વિભાગનાં સંજય પંડ્યા રૂબરૂ મુલાકાત માટે ભવ્યાબહેનને મળ્યા હતા. ત્યારે ભવ્યાબહેને યુક્રેનની હાલની પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, આવી ભયંકર પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હીસાબે જ અમે લોકો યુક્રેન બહાર નીકળી શક્યા છીએ. અમારી સાથે યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસ સતત સંપર્કમાં હતાં અને બસ દ્વારા રોમાનીયા સુધી અને ત્યાંથી મુંબઈ સુધી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા દરેક વિદ્યાર્થીએ સુખરૂપ રીતે જૂનાગઢ સુધી આવી ગયા હતા. ભવ્યાબહેન સાથે રૂબરૂ વાતચીત કરતાં તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને વિશ્વાસ દર્શાવ્યો હતો કે, ટુંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીય હેમખેમ ભારત પરત ફરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews