વેરાવળની જીલ્લા-કક્ષાની સિવીલ હોસ્પીટલમાં પાંચ મશીનો સાથે આધુનિક ડાયાલીસીસ સેન્ટર તથા ઓકસીજન પ્લાાન્ટોનું લોકાર્પણ કરાયું

0

ગીર સોમનાથ જીલ્લાના ૬ અને પાડોશી જીલ્લાના બે તાલુકાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે વેરાવળમાં કાર્યરત જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલમાં આવે છે. જેને ધ્યાને લઇ સિવીલમાં જર્મન ટેકનોલોજીનું અતિઆધુનિક મશીનો સાથેનું ડાયાલીસીસ સેન્ટર તથા અડધા કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ સાંસદ સહીતના મહાનુભાવો હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ખર્ચાળ ગણાતી એવી ડાયાલીસીસની સારવાર સિવીલમાં શરૂ થતા હવેથી આધુનિક ડાયાલીસ મશીનથી દરરોજ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહેશે. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના મધ્યમ અને ગરીબ સહિત તમામ વર્ગના લોકોને ઉતમ આરોગ્યલક્ષી વિનામુલ્યે અતિઆધુનિક આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે હેતુથી અનેક પ્રયાસો સાથે કામ કરવામાં આવે છે. તે અંતર્ગત વડનગર ખાતેથી રાજયમાં એકીસાથે ૩૧ ડાયાલીસીસ સેન્ટરનું આરોગ્ય મંત્ર રૂષીકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે વેરાવળ સિવીલ હોસ્પિટલ ખાતે સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્તે અદ્યતન ડાયાલીસીસ સેન્ટરની તકતી અનાવરણ કરવામાં આવેલ હતી ત્યારે ડાયાલીસીસ સેન્ટરની વિગત આપતા સિવીલના અધિક્ષક ડો. પરમારે જણાવેલ કે, જર્મન ટેકનોલોજીના અતિઆધુનિક ડાયાલીસીસ સેન્ટરના પાંચ મશીનોથી ૩૬૫ દિવસ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. ડાયાલીસીસ સેન્ટર સંપુર્ણ એરકન્ડીશન સ્થિતિમાં તૈયાર કરાયેલ છે. જેમાં ચાર કલાકમાં એક દર્દીનું ડાયાલીસીસ કરી શકાય છે. એક અઠવાડીયામાં ફરજીયાત બે વખત ડાયાલીસીસ કરવાની જરૂર પડે છે. સેન્ટરમાં દર્દી દીઠ એક જ વખત જુદી-જુદી મેડીકલ સામગ્રીનો વપરાશ કરી તેનો નાશ કરવામાં આવશે. ઇમરજન્સી સમયમાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવશે. હાલ ૩૨ જેટલા દર્દીઓ આ સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા છે. ડાયાલીસીસમાં ચાર કલાક જેટલો સમય લાગવાથી દર્દીના મનોરંજન માટે ટી.વી.ની સુવિધા સાથે જરૂરી એવા પોષણક્ષમ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના લોકો અને દર્દીઓને ઉતમ આરોગ્યાલક્ષી સુવિધા ઘરઆંગણે મળી રહે તે માટે ભાજપ સરકાર અને અમો કટીબધ્ધ છીએ. જેના ભાગરૂપે જ અતિખર્ચાળ ગણાતી ડાયાલીસીસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આગામી દિવસોમાં વધુ જરૂરી આરોગ્ય સુવિધા સિવીલને મળી રહે તેવા પ્રયાસ કરીશુ. આ સાથે સિવીલ હોસ્પીટલમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અડધા કરોડની ગ્રાંટમાંથી તૈયાર કરાયેલ ઓકસીજન પ્લાન્ટનું જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતુ. ૭૦૦ એલ.પી.એમ. ક્ષમતા ધરાવતા આ ઓક્સીજન પ્લાન્ટ દરરોજ દોઢ ટન ઓક્સીજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. જેના કારણે જિલ્લાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાનો ઘણો લાભ મળશે. અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમમ વર્ગના દર્દીઓને ડાયાલીસીસ સારવાર માટે રાજકોટ, અમદાવાદ સુધી જવુ પડતુ હતુ પરંતુ હવે ગીર સોમનાથ જિલ્લાના વડા મથકમાં આ મહત્વપૂર્ણ આરોગ્યન સુવિધા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે પાંચ યુનિટ સાથેના ડાયાલીસીસ સેન્ટર કાર્યરત થતા હવે બહારગામના ધકકા બંધ થવાથી દર્દીના પરીવારજનોનો સમય અને પૈસાની બચત થવાથી રાહત થશે તેવી લાગણી એક દર્દીનાં વાલી કિરીટભાઇ રૂધાણીએ જણાવેલ હતુ. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પાલીકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઇ સોલંકી, ડો.વઘાસીયા, દેવાભાઇ ધારેચા, ભરતભાઇ ચોલેરા, ડો. સંજય પરમાર સહિત સિવીલના ડો. બાલુ રામ, ડો. રોય સહિતનો સ્ટાફ હાજર રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!