શિવરાત્રીએ ભીડમાં ખોવાયેલ કિંમતી પર્સ પોલીસે શોધી આપ્યું

0

સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિને ભાવિકોની ગીર્દી વચ્ચે વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતા એક પરીવારનું રોકડ રકમ સાથેનું પર્સ પડી ગયેલ તે પોલીસે તાત્કાલીક તપાસ કરી પરત કરતા પરીવારજનોના આંખમાંથી હર્ષના આંસુ જાેવા મળેલ હતા. મહાશીવરાત્રીના રોજ સોમનાથ મહાદેવ મંદિરના મુખ્ય દ્વાર ઉપર પી.આઇ. વરચંદ સ્ટાફ સાથે બંદોબસ્તમાં રહેલ તે દરમ્યાન વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાબેન નાનજીભાઇ રાઠોડ તેમના કુટુંબ સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ જેમાં ગીર્દીમા પર્સ ક્યાંક પડી ગયેલ હતું. આ પર્સમાં ત્રણ મોબાઇલ તથા બેંક ના એ.ટી.એમ. સહીત અન્ય જરૂરી દસ્તાવેજાે અને રોકડ રકમ હતી જે બાબતે ફરજ ઉપરના પોલીસ સ્ટાફને જાણ કરતા ડી.વાય.એસ.પી. ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ તાત્કાલિક મોબાઇલના લોકેશન મેળવી હાજર એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. એલ.ડી. મેતા, જયદીપસિંહ રાઠોડ, એલ.સી.બી.ના હે.કો. નરેન્દ્રભાઇ પટાટ સહીતના પોલીસ સ્ટાફે લોકેશન આધારે તપાસ કરતા પર્સ સહી સલામત મળી ગયેલ હતું અને આ પર્સ બાબતે ખરાઇ કરી ફેમીલીને પર્સ સુપ્રત કરી હર્ષના આંસુ વહી ગયેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!