સોમનાથમાં ગીતા મંદિરથી કાજલી હિરણનાં પુલ સુધી રીવરફ્રન્ટ વોક-વે બનશે

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં સચીવ પ્રવિણ લહેરીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે સોમનાથ ગીતા મંદિરથી કાજલી પાસે આવેલા હિરણ નદીના પુલ સુધી રીવરફ્રન્ટ બનશે. વોક-વે સમા આ રીવરફ્રન્ટને ચીલ્ડ્રન પાર્ક, સીનીયર સીટીઝન બેઠક અને અન્ય આકર્ષણોથી સુશોભીત કરાશે. આ અંગેનાં પ્રોજેકટનું કામ ગતીમાં છે. આ માટે ૮ માર્ચનાં રોજ એક કમીટી પણ આવી રહી છે જે સ્થળ જાેઈ કઈ રીતનું સ્ટ્રકચર બાંધવું તેનં નિરીક્ષણ કરી આયોજન કરશે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટે સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં ૧૧ લાખ વૃક્ષોનું વાવવાનું અભિયાન હાથ ધર્યુ છે આ રાજયની પ્રથમ ઘટના છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!