ઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે ઘણા સમયથી લોકમાંગને ધ્યાને લઇ સાંસદ રાજેશભાઈ ચુડાસમા પ્રયાસો કરી રહેલ જેને સફળતા મળી છે. આગામી તા.૧૨ માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું નાગરીક ઉડયન મંત્રી સિંધીયા ઉદઘાટન કરશે. એરપોર્ટ ઉપર હવાઇ મુસાફરી શરૂ કરવા માટે રૂા.૨૫ કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તા.૧૨ માર્ચના રોજ કેશોદ એરપોર્ટ ઉપરથી પ્રથમ સીધી મુંબઇની ફલાઇ ઉડાન ભરનાર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મંત્રી સિંધીયા દ્વારા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્રની સાથે જ્નાગઢ અને ગીર સોમનાથના પ્રવાસન ઉદ્યોગને સારો વેગ મળશે. જૂનાગઢ જીલ્લાના કેશોદ શહેરમાં આવેલ એરપોર્ટ ઘણા સમયથી બંધ હોવાથી તેને ધમધમતુ કરવા ઉદ્યોગો સાથે વેપારી મંડળો દ્રારા રજુઆતો સાથે માંગણી કરવામાં આવતી હતી. દર ચુંટણીમાં કેશોદ એરપોર્ટ શરૂ કરવાનો મુદો ગુંજતો પણ હતો. જેને લઇ જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. જે અંર્તગત દિલ્હી ખાતે મંત્રીને મળી ઉડાન યોજના અંતર્ગત કેશોદ એરપોર્ટ ઉપરથી વિમાન સેવા શરૂ કરવા રજુઆત કરી હતી. જેને લઇ ઉડયન મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ એરપોર્ટ ખાતે રૂા.૨૫ કરોડના ખર્ચે રન-વે મરામત સહિતની જરૂરી તમામ કામગીરી શરૂ કરવામાં આવેલ જે તાજેતરમાં પુર્ણ થઇ ગઇ હતી. જેથી કેશોદ એરપોર્ટ ઉપરથી વિમાનને ઉડાન ભરવા અંગે નાગરીક ઉડયન મંત્રીએ સાંસદને પત્ર લાખી જાણ કરી છે. આ અંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના જણાવ્યા મુજબ આગામી તા.૧૨ માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું નાગરીક ઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા ઉદઘાટન કરશે. કેશોદ એરપોર્ટથી પ્રથમ ફલાઇટ મુંબઇ સુધીની ઉડાન ભરશે. જેને લઇ જરૂરી તમામ તૈયારીઓ પુર્ણ થઇ ચુકી છે. એરપોર્ટ ઉપરથી પ્રથમ પ્લેન એર ઇન્ડીયાનું ઉડાન ભરશે. તે કેટલી સીટનું હશે તે સહિતની વિગતો ટુંક સમયમાં જાહેર થશે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સ્થાનીક પ્રવાસન ઉદ્યોગ સાથે ફીશ, સીમેન્ટ, કેમીકલના ઉદ્યોગો સાથે સ્થાનીક વેપાર-ધંધાને વેગ મળવાની સાથે રોજગારી પણ વધશે. જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાની ટુરીઝમ સર્કીટને વિકસાવવામાં ખુબ ફાયદો મળશે તેવી આશા છે. અત્રે નોંધનીય છે કે, કેશોદ એરપોર્ટ જૂનાગઢ અને સોમનાથની વચ્ચે મધ્યે આવેલ છે. જેથી બંને જીલ્લાના પર્યટન સ્થળોની કનેકટીવીટી માટે સરળતાથી પર્યટકોને મળી રહેશે. છેલ્લા એક દસકામાં જૂનાગઢમાં ગીરનારનો વિકાસ હોય કે રોપ-વે સુવિધા, એશિયાટીક સિંહોના રહેઠાણ એવા સાસણ ગીર, સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર જેવા પર્યટન સ્થળોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓનો આંકડો નોંધનીય રીતે પ્રતિ વર્ષ વધતો જાેવા મળ્યો છે. જેથી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિમાન સેવા શરૂ કરવાની લાંબા સમયથી માંગ થઇ રહી હતી. જેને સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સક્રીય પ્રયાસોથી ફળીભુત થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews