જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં આવતા માણસોની સલામતી માટે પોલીસની સતર્કતા અને અમુક તત્વો દ્વારા પોલીસ તંત્રને ધંધે લગાડવાના બનાવો પણ બનતા રહેતા હોય છે. આવો જ એક કિસ્સો શિવરાત્રી મેળા દરમ્યાન ધ્યાને આવેલ છે. જૂનાગઢ પોલીસ શિવરાત્રી મેળામાં લાખો લોકોની સલામતીમાં વ્યસ્ત હતી ત્યારે નવા ભવનાથ પાછળ જંગલમાં એક લાશ પડી હોવાનો મેસેજ મળતા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, પીએસઆઇ રવિરાજસિંહ સોલંકી તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, માલદેભાઈ, જેતાભાઈ, મુકેશભાઈ, નારણભાઇ, કરણસિંહ, રામદેભાઈ સહિતના સ્ટાફ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, નવા ભવનાથ પાછળ જંગલમાં બતાવેલ જગ્યાએ તપાસ કરતા, પ્રથમ દ્રષ્ટિએ ચાદર ગોદડા વડે ઢાંકેલી લાશ હોવાનું જણાતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉપરથી કપડું ઉઠાવી જાેતા, નીચે માણસ સૂતો હોય એવી પથ્થરની શીલા જણાઈ આવતા, પોલીસ સ્ટાફે હાશકારો અનુભવેલ હતો. તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, કોઈ સાધુએ પોતાનું ઓઢવાનું ગોદડું કે ચાદર પથ્થરની શીલા ઉપર મુકેલ અને કોઈ વ્યક્તિ જાેઈ જતા લાશ જેવું જણાતા પોલીસને જાણ કરેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા કરેલ તપાસ દરમ્યાન પથ્થરની શીલા જાેવા મળતા, ભવનાથ ખાતેના શિવરાત્રી મેળા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફમાં પણ આ કિસ્સાથી રમૂજ પ્રસરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews