શિવરાત્રીનાં મહા મેળામાં પોલીસ-હોમગાર્ડની રાઉન્ડ ધ કલોક કામગીરીની વ્યાપક સરાહના

0

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ગોઠવવામાં આવેલ બંદોબસ્તમાં ચાલુ સાલે પણ દર વખતની જેમ જૂનાગઢ જિલ્લાના મહા શિવરાત્રી બંદોબસ્તમાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા બંદોબસ્તમાં હોમગાર્ડ કમાન્ડર યોગેશભાઈ ડોબરીયાના સહયોગથી હોમગાર્ડ જવાનો રાજુ જાની, હિરેન ભટ્ટ, મેહુલ વ્યાસ, મયુર પોપટાણી, ફરહાન નાયબ, આશિષ મશરૂ, મહેશ જેઠવા, મનીષ રાણીંગા સહિતના દશ દશ હોમગાર્ડના એમ ૨૦ ચુનંદા જવાનોની બે ટીમ બનાવી, શિવરાત્રી બંદોબસ્તમાં તળેટી વિસ્તારમાં પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, ચેકીંગ ગોઠવી, નવતર પ્રયોગ કરવામાં આવેલ હતો. આ હોમગાર્ડની સ્પેશિયલ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના મહા શિવરાત્રી બંદોબસ્તમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા બંદોબસ્તમાં હોમગાર્ડના ચુનંદા ૧૦-૧૦ જવાનોની જીન્સ પેન્ટ તેમજ સ્પેશિયલ ટીશર્ટ સાથેની સિવિલ ડ્રેસમાં બે ટીમ બનાવવામાં આવેલ હતી. આ સ્પેશ્યલ હોમગાર્ડ ટીમ દ્વારા શિવરાત્રી સમયે તળેટી વિસ્તારમાં તથા રોડ ઉપર તેમજ રોડની આજુબાજુમાં યાત્રાળુઓ રાતવાસો કરતા હોય તે વિસ્તારમાં એક સાથે પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, ચેકીંગ હાથ ધરી સઘન કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ સ્પેશિયલ ટીમ દ્વારા આજુબાજુના અવાવરૂ વિસ્તારમાં કેફી પીણું પીધેલા ઇસમોને પણ પકડી પાડવામાં આવેલ હતા. આ સ્પેશિયલ હોમગાર્ડ ટીમ દ્વારા મેળામાં મોબાઈલ ચોરી કરતા આરોપીઓને પકડી પાડી, મોબાઈલ પણ પકડી પાડવામાં આવેલ હતા. મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા આવેલ ફરિયાદીને પોતાના મોબાઈલ પરત મળતા, સંતોષ વ્યક્ત કરવામાં આવેલ હતો. આ સ્પેશિયલ હોમગાર્ડ ટીમ દ્વારા જ્યારે જ્યારે રોડ ઉપર ટ્રાફિક જામ થયો ત્યારે ટ્રાફિક પૂર્વવ્રત કરવા પોલીસ સાથે મદદમાં રહી તેમજ રવાડી બંદોબસ્તમાં પણ એક જ ડ્રેસ ટીશર્ટ જીન્સ પેન્ટમાં સજજ થઈને અસરકારક બંદોબસ્ત જાળવી, લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.  જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા બનાવવામાં આવેલ હોમગાર્ડ જવાનોની ખાસ હોમગાર્ડ ટીમ અંગેનો નવતર પ્રયોગ છેલ્લા બે વર્ષથી સફળ રહ્યો હતો અને આ ટીમ દ્વારા ભવનાથ ખાતેના શિવરાત્રી બંદોબસ્ત દરમ્યાન રાત-દિવસ કાર્યવાહી કરી, અસરકારક કામગીરી કરવામાં આવતા, પોલીસ અધિકારીઓ દ્વારા અભિનંદન પણ આપવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!