શિવરાત્રીનો મેળો શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થયો : જૂનાગઢ પોલીસની અસરકારક કામગીરી

0

જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો આવેલ હોય તેમજ આ મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેલા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યા વગર  મહાશિવરાત્રી મેળો સંપન્ન થયેલ હોય, વહીવટીતંત્ર દ્વારા હાશકરો અનુભવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી એચ.એસ.રતનુ, ડીવાયએસપી ડી. આર. કોડિયાતર, ડીવાયએસપી જે.બી.ગઢવી, ડીવાયએસપી આર.વી.ડામોર, ડીવાયએસપી કે.કે.ઠાકુરના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ એમ.સી ચુડાસમા તથા સ્ટાફ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓના સામાનની સુરક્ષા, સલામતી તેમજ આ વખતની ભીડને ધ્યાને લઇ, વાહનોના પ્રવેશબંધી માટે અલગ વ્યવસ્થા કરી, લાખો લોકોએ ધાર્મિક આસ્થા સાથે મેળાનો આનંદ ઉલ્લાસ સાથે શાંતીપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવેલ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમા તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ, મુકેશભાઈ, નારણભાઇ, માલદેભાઈ, રાજુભાઇ, કરશનભાઇ, જેતાભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા સામાન્ય રીતે શિવરાત્રિના મેળામાં લાખોની મેદની એકઠી થતી હોય ત્યારે આ મેળામાં ખિસ્સા કાતરૂ ગેંગ તેમજ મોબાઈલ ઉઠાંતરી કરતી ગેંગ દ્વારા ભીડનો લાભ લઈને પાકીટ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે પકડાતા ખિસ્સા કાતરૂને સધ્ધર જામીન ના આપે તો, વહીવટી તંત્ર સાથે સંકલન કરી, જેલ હવાલે કરવાનો પ્રયોગ, બીડીએસ ટીમ, સીસીટીવી કેમેરા વાન, બેગેજ સ્કેનર દ્વારા ચેકીંગ, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરા દ્વારા વોચ વિગેરે જેવા આધુનિક સાધનો દ્વારા કરવામાં આવેલ ચેકીંગના કારણે ૧૬ જેટલા ઇસમોને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવેલ હતા. એક ઇસમને બનાવટી ચાલની નોટો સાથે પકડી અને પીધેલા ઇસમોને પકડી જેલ હવાલે કરવામાં આવતા તેમજ ખોયા પાયા સ્ક્વોડ દ્વારા મેળામાં ગુમ થયેલ સાત જેટલા બાળકો તથા વૃદ્ધોને શોધી કાઢી, પરિવારજનો સાથે મિલન કરાવતા મેળામાં આવેલ લાખો શ્રદ્ધાળુઓની સલામતીમાં વધારો કરવામાં પોલીસ તંત્ર દ્વારા સફળતા મેળવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમા, પીએસઆઇ જે.એમ.વાળા તથા સ્ટાફ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના પાકીટ, મોબાઈલ, સામાન, સંભાળીને રાખવા તથા સાવચેત કરવા માટે, શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવે તો પોલીસને જાણ કરવા માટે, ખિસ્સા કાતરૂ અને મોબાઈલ ચોર ટોળકીથી સાવચેત રહો, વાહનો પાર્કિગમાં જ પાર્ક કરવા, જેવી વિગેરે સુચનાઓ આપતા જુદાજુદા આશરે ૧૦૦ જેટલા પોસ્ટરો બનાવી, શિવરાત્રિના મેળામાં આવેલ જાહેર રોડ ઉપર, અગત્યના સ્થળો, તમામ ઉતારા, તમામ સ્ટોલ, તમામ આશ્રમ, તમામ જમાડવાનાં સ્થળો, એસ.ટી. સ્ટેન્ડ વિગેરે જગ્યાઓ કે જ્યાં યાત્રાળુઓ સહેલાઈથી વાંચી શકે છે, ત્યાં ત્યાં પોસ્ટરો લગાડી તેમજ માઈકમાં એફ.એમ. રેડીયોના આરજે અજય દ્વારા બનાવવામાં આવેલ ઓડિયો કલીપ દ્વારા મેળામાં આવતા લોકોને સાવચેત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.  જેથી મેળામાં આવતા યાત્રાળુઓને સતત પોતાના મોબાઈલ પાકીટ, સમાન વિગેરે ચીજ વસ્તુઓ બાબતે સાવચેત રહેવા સુચનાઓની જાણકારી રહે છે. આ ઉપરાંત પોતાના બાળકો તેમજ મહિલાઓ, વૃદ્ધો ગુમ ના થાય તે બાબતે પણ સાવચેતી રાખવા પણ આ પોસ્ટરમાં સૂચનો આપવામાં આવેલ હોવાથી લોકો વધુમાં વધુ સાવચેત રહે તે માટે નવતર પ્રયોગ કરી, ખાસ સુવિધા કરવામાં આવેલ હતી. આમ, શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં ર્નિભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવતા, લાખો લોકોએ કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મેળાનો આનંદ માણ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!