પીકઅપ વાનમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કટીંગ સમયે જ કલ્યાણપુર પંથકમાંથી ઝડપાયો

0

કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની ૫૫૧ બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો સહિત કુલ રૂપિયા ૧૫.૬૬ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં છ શખ્સો ઝડપાઈ ગયા છે અને બનાસકાંઠા જિલ્લાના એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુનાશોધક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ગુરગઢ ગામથી દ્વારકા તરફ જતા રસ્તે આવેલા એક પેટ્રોલપંપ નજીકની માલધારી હોટલ પાસે પાર્ક કરવામાં આવેલા બોલેરો કેમ્પર વાહન નંબર જી.જે. ૦૯ એ.વી. ૨૯૬૨ પાસે આવીને જાેતાં આ વાહનમાં એક ઘોડો લઈ જવામાં આવતું હોવાનું ઉપરથી જાેવા મળ્યું હતું. શંકાસ્પદ એવી બોલેરો કેમ્પરને પોલીસે ચેક કરતા આ વાહનના ઠાઠામાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલીને પોલીસે જાેતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની ૫૫૧ બોટલ વિદેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. એટલું જ નહીં, દારૂની આ હેરાફેરી દરમ્યાન તેના પાયલોટિંગ માટે જી.જે.૧૩ એન.એન.૯૦૪૬ નંબરની એક હ્યુન્ડાઈ કંપનીની આઈ- ટ્‌વેન્ટી મોટરકાર તથા દારૂની ડિલિવરી લેવા માટે આવેલી જી.જે. ૩૭ બી. ૨૧૧૬ નંબરની મારૂતિ સુઝુકી બલેનો કાર પણ આ સ્થળેથી પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. આમ, રાત્રિના સમયે દારૂની હેરાફેરી તથા કટીંગ દરમ્યાન પોલીસે દ્વારકા તાલુકાના રાંગાસર ગામની સીમમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક(ઉ.વ.૨૮), આરંભડામાં મહાવીર સોસાયટી ખાતે રહેતા અરજણ નારણભાઈ ભાન(ઉ.વ.૪૮), વઢવાણ તાલુકાના રતનપુર ખાતે રહેતા ધનરાજ મહેશદાન ગઢવી(ઉ.વ.૩૨), સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ અશોકસિંહ જટુભા ઝાલા(ઉ.વ.૩૫), બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના મોડસિંહ ભવરજી સોલંકી(ઉ.વ.૨૮) અને બનાસકાંઠા જિલ્લાના મહેન્દ્રસિંહ પ્રભુજી ચૌહાણ(ઉ.વ.૩૨) નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના રહીશ સુજાનસિંહ પ્રતાપસિંહ સોલંકી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે ઉપરોક્ત દારૂ પ્રકરણમાં છ શખ્સોની અટકાયત કરી, ગુંદરી ગામના સુજાનસિંહ સોલંકીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દરોડાની આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા ૨,૨૦,૪૦૦ની કિંમતની ૫૫૧ બોટલ વિદેશી દારૂ ઉપરાંત ત્રણ લાખની કિંમતના બોલેરો કેમ્પર વાન, રૂપિયા પાંચ લાખની કિંમતની હ્યુન્ડાઈ કંપનીની આઈ-ટ્‌વેન્ટી કાર અને રૂપિયા પાંચ લાખની કિંમતની મારૂતિ સુઝુકી બલેનો કાર ઉપરાંત ઉપર ૨૬ હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન અને ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા ૧૯,૩૫૦ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧૫,૬૫,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે કોઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવી છે.

error: Content is protected !!