કરજણનાં સાંસદનાં અશોભનીય વર્તન સામે માંગરોળ મામલતદાર કર્મીઓનું વિરોધ પ્રદર્શન

0

કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે અશોભીત વર્તન કરતા માંગરોળ મામલતદાર કચેરી કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરતા તેના પડઘા રાજ્યભરમાં પડયા છે. જે અંતર્ગત માંગરોળ મામલતદાર કચેરી ખાતે તમામ સ્ટાફના કર્મચારીઓએ કાળી પટ્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કાળીપટ્ટી બાંધીને પોતાની ફરજ બજાવી હતી. કચેરીના માંગરોળ મામલતદાર એસ.કે. પરમાર અને નાયબ મામલતદારો તેમજ તમામ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સાંસદ દ્વારા કરવામાં આવેલા મામલતદાર સામે અશોભનીય વર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો.

error: Content is protected !!