વેરાવળ પાલીકા પ્રમુખના વોર્ડમાં જ ચાર વર્ષ પૂર્વે ખોદાયેલી શેરીઓમાં નવા રસ્તાની કામગીરી આજદિન સુઘી ન થતા રહીશો-મહિલાઓ ત્રાહિમામ

0

વેરાવળ-સોમનાથ પાલીકાના પ્રમુખના વોર્ડના ઘનશ્યામ પ્લોટ વિસ્તારની અુમક શેરીઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદી નખાયા બાદ આજદિન સુધી નવા રસ્તા ન બનેલ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે પાલીકાના શાસકો નકકર કામગીરી કરાવવાના બદલે માત્ર વચનો અને આશ્વાસનો જ આપી રહયા હોવાના આક્ષેપ સાથે વહેલીતકે શેરીમાં નવા રસ્તા બનાવવા અંગે તે વિસ્તારમાં રહેતા વિહિપના પ્રમુખે જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફીસરને લેખિત રજુઆત કરી છે. વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પીવાના પાણીની અને ડ્રેનેજની લાઇનો નાંખવા માટે શેરીના રસ્તાઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદવામાં આવ્યા હતા. ત્યારબાદ એકાદ વર્ષમાં લાઇનો નાંખવાની કામગીરી પુર્ણ થઇ ગયા બાદ પણ આજની તારીખે ઘણા વિસ્તારોની શેરીઓમાં નવા રસ્તા બનાવવાનું મુર્હુત આવ્યુ નથી. જેના કારણે રહીશોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આવી જ રીતે છેલ્લા ચારેક વર્ષથી રસ્તા નવો બનાવાની રાહ જાેતા અંગે લોકોની વેદના રજુ કરતા વિહીપના પ્રમુખ ગોંવિદભાઇ ભાનુશાળીએ કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, અમારો ધનશ્યામ પ્લોટ વિસ્તાર પાલીકાના પ્રમુખના વોર્ડમાં આવે છે. આ વિસ્તારમાં ચાર વર્ષ પહેલા પાણીની લાઇન નાંખવા માટે તમામ રસ્તા અને શેરીઓ ખોદી નાંખવામાં આવી હતી. ત્યારબાદ કામગીરી પુર્ણ થતા થોડા સમય બાદ અમારા વિસ્તારના મુખ્ય માર્ગો ડામરથી મઢી નવા બનાવવામાં આવ્યા હતા. વધુમાં આ સમયે અમારા ઘનશ્યામ પ્લોટની ૫, ૬, ૭, ૮ અને ૯ સહિત અનેક નંબરની શેરીઓમાં નવા રસ્તા બનાવવાની કામગીરી કોઇપણ કારણોસર કરવામાં આવી ન હતી. શેરીઓ ખોદાયેલી હોવાથી લોકોને આવન-જાવન કરવામાં અકસ્માતનો ભય રહે છે તો બાળકો ઘરની બહાર રમી પણ શકતા નથી. ખોદાયેલી શેરીના લીધે સતત ધુળ ઉડતી હોવાથી આરોગ્યનું જાેખમ ઉભુ થવાની સાથે મહિલાઓ પણ ત્રાહીમામ પોકારી ગઇ છે. સમયાંતરે આ બાબતે રજુઆતો કરેલ ત્યારે ટુંક સમયમાં કામ ચાલુ થશે તેવા આશ્વાસનો લાંબા સમય સુધી આપી રહયા હતા. દરમ્યાન ગત વર્ષે પાલીકાની ચુંટણી સમયે પણ વહેલીતકે શેરીમાં નવા રસ્તા બની જશે તેવું વચન પણ આપેલ હતુ. આમ, પાલીકાના શાસકો માત્રને માત્ર વચનો અને આશ્વાસનો આપવા સિવાય કંઇ કામગીરી કરતા ન હોવાથી આજે ચાર વર્ષ બાદ પણ અમારા વિસ્તારની શેરીઓમાં નવા રસ્તા બન્યા નથી અને કયારે બનશે તે એક સવાલ છે. વર્તમાન પાલીકાના પ્રમુખ પણ અમારા વોર્ડમાંથી ચુંટાયેલા પ્રતિનિધિ છે જેઓ પણ એક વર્ષે તેમના વોર્ડની શેરીમાં નવા રસ્તા બનાવવાની કામગીરી કરાવી શકયા નથી. ત્યારે અમારી શેરીઓમાં કામગીરી કરવામાં શું ગ્રહણ નડે છે તે તપાસની બાબત છે. આ મામલે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવેલ કે, મારા વિસ્તાર સહિત શહેરના ઘણા વોર્ડની શેરીઓમાં રસ્તા બનાવવાના કામની મંજૂરી આપી દેવામાં આવી છે અને ટુંક સમયમાં ટેન્ડરીંગ સહિતની પ્રક્રીયા પુર્ણ થયા બાદ વાસ્તવીક રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઇ જશે.

error: Content is protected !!