તલીયાધર નજીકથી વિદેશી દારૂ સાથે ટ્રક મળી કુલ  રૂા. રર.પ૪ લાખનો મુદામાલ જપ્ત કરતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

હોળી ધુળેટીનાં પર્વ સબબ બુટલેગરો દ્વારા મોટો આર્થિક નફો કમાવવાા સારૂ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી કટીંગ કરવાની પેરવીમાં હોવાની શકયતાને ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા તથા સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે પ્રોહીબીશન બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયાએ ટ્રક નં. એમએચ-૪૬-એફ ૭૭૯૦માં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સાગરીત ભુપત ઉર્ફે વિપુલ ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા તલીયાધરનાં પાટીયા નજીક કોઈપણ જગ્યાએ કટીંગ કરવાની માહિતીનાં આધારે તલીયાધાર ફાટક નજીકથી આ ટ્રક મળી આવતા જેના ઠાઠામાં રહેલ બંધ બોડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ ભરેલ જાેવામાં આવતાં ૪૦૩૭ નંગ વિદેશી દારૂની બોટલ અને ટ્રક મળી કુલ રૂા. રર,પ૪,૮૦૦નો મુદામાલ જપ્ત કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવેલ છે. આ દરોડા દરમ્યાન ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયા (રહે. જૂનાગઢ) અને ભુપત ઉર્ફે વિપુલ ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા (રહે. ધંધુસર) અને ટ્રકનો ચાલક હાજર મળી આવ્યા ન હતાં. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, વી.એન. બડવા, યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઈ ચાવડા, સાહીલભાઈ સમા, ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, મુકેશભાઈ કોડીયાતર વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!