શિવરાત્રી મેળામાં ભુલા પડી ગયેલાઓને શોધી તેમનાં પરિવાર સાથે મિલન કરાવવામાં જૂનાગઢ પોલીસની સુંદર કામગીરી

0

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર-નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, પીએસઆઇ રવિરાજસિંહ સોલંકી, સ્ટાફના હે.કો. ભીમભાઈ, માલદેભાઈ, જૈતાભાઈ, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, કારણસિંહ, રામદેભાઈ સહિતના સ્ટાફ ખાસ ખોયા પાયા ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં પોલીસ સ્ટાફને (૧) પ્રદીપ વિનોદભાઈ નાયક(ઉ.વ.૧૦) રહે. હાલ ખોખરડા ફાટક, વંથલી, મૂળ રહે. દેવગઢ બારીયા, દાહોદ, (૨) કૃતિબેન સુરેશભાઈ રાઠોડ(ઉ.વ.૬) રહે.મોટી પરબડી તા.ધોરાજી જી.રાજકોટ, (૩) ધરમશીભાઈ માધાભાઈ બારીયા(ઉ.વ.૬૫) રહે. મુંબઇ, (૪) મગનભાઈ ચાવડા(ઉ.વ.૬૫) રહે.કુતિયાણા જી.પીરબંદર, (૫) રાહુલભાઈ મુન્નાભાઈ ડાભી(ઉ.વ.૧૦) રહે.કેશોદ જી.જૂનાગઢ,  (૬) પ્રદીપ કનુભાઈ મકવાણા(ઉ.વ.૯) રહે.ઓઘડ નગર, જૂનાગઢ, (૭) વિપુલભાઈ ભગવાનભાઈ ઠાકોર(ઉ.વ.૧૩) રહે.દહેગામ તા.રાધનપુર જી.પાટણ, (૮) પ્રદીપભાઈ આનંદભાઈ ઠાકોર(ઉ.વ.૧૫) રહે.દહેગામ તા.રાધનપુર જી.પાટણ, (૯) મલ્લિકા વાઘેલા(ઉ.વ.૬), (૧૦) નિલેશભાઈ ભલાભાઈ પરમાર(ઉ.વ.૨૨) રહે.વનોદ તા.દસાડા જી.સુરેન્દ્રનગર, (૧૧) નાથીબેન ઉકાભાઈ પરમાર(ઉ.વ.૬૫), (૧૨) રમેશ અંબાલાલ(ઉ.વ.૫૨) રહે.ભાદરણ તા.બોરસદ જી.આણંદને શોધી કાઢી તેઓના પરિવારજનોને હેમખેમ સોંપવામાં આવ્યા હતા. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પરિસ્થિતિ પામી, ગુમ થયેલા તથા મળી આવેલા તમામ બાળકો અને સિનિયર સીટીઝન હોય,  ખાસ ખોયા પાયા ટીમ પૈકી સાદા ડ્રેસમાં રહેલ પોલીસ કર્મી જૈતાભાઇ, રામદેભાઈ, માલદેભાઈ તથા હોમગાર્ડ ફરહાનભાઇને બાળકોની સાર સંભાળની કાર્યવાહી સોંપવામાં આવેલ હતો. આ જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા બાળકોને એક માતાની માફક પ્રેમથી મેળામાં લઇ જઈ, ઠંડુ પીવરાવેલ અને બિસ્કિટ, વેફર તથા નાસ્તો અપાવતા, બાળકોને આ જૂનાગઢ પોલીસ ટીમ ઉપર વિશ્વાસ આવતા, પોતે કોની સાથે ક્યાંથી મેળામાં આવેલાની તેમજ પોતાના નામ સહિતની માહિતી જણાવી, પોલીસ ટીમ સાથે પ્રેમથી વાતો કરવા લાગેલ હતા. શિવરાત્રી મેળામાં બનાવેલ ખોયા પાયા ટીમ દ્વારા જૂનાગઢ ડિવિઝનના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, પીએસઆઇ રવિરાજસિંહ સોલંકી, સ્ટાફના હે.કો. ભીમભાઈ, માલદેભાઈ, જૈતાભાઈ, મુકેશભાઈ, નારણભાઇ, કારણસિંહ, રામદેભાઈ સહિતની ખોયાપાયા ટીમ દ્વારા માઈકમાં જાહેરાત કરાવી, પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવા વારંવાર જાણ કરતા, ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલા બાળકો તથા સિનિયર સીટીઝનના પરિવારજનોને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, ગુમ થયેલ બાળકો તથા સિનિયર સીટીઝનને સોંપવામાં આવેલ હતા. પોતાના ગુમ થયેલ બાળકોની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!