ઈપીએફ-૯પ આધારીત પેન્શન યોજનાનાં લાભાર્થી પેન્શનરોને પુરતુ પેન્શન આપવા મધુર સોશ્યલ ગૃપ જૂનાગઢ દ્વારા વડાપ્રધાનને પત્ર પાઠવીને જણાવ્યું છે કે કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત ઈપીએફ આધારીત પેન્શન યોજનાના લાભાર્થી કર્મચારીઓને પુરતા નાણા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૈધ્ધાંતીક નિર્ણય લઈને વિવિધ સંબંધીત ખાતાઓને તેનો અમલ કરવાની પણ સુચના આપી દેવામાં આવી હોવા છતાં માત્ર યોજનાનાં અમલ કરવામાં વિલંબને કારણે ઈપીએફ-૯પ આધારીત પેન્શન હકક ધરાવતા દેશનાં ૬પ લાખ કર્મચારીઓને મામુલી રકમનું પેન્શન મળે છે. ઈપીેએફ વિભાગ પાસે કર્મચારીઓની મહેનતનાં પુરતા પૈસા પડયા હોવા છતાં હકક અપાતો નથી. જાે આ પ્રશ્નનો અમલ નહી થાય તો સમગ્ર દેશ વ્યાપી જન આંદોલનની ફરજ પડશે તેમ સલીમભાઈ ગુજરાતીએ યાદીમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews