જૂનાગઢ ખાતે મહિલા સન્માન સમારોહ યોજાયો

0

પરશુરામ ફાઉન્ડેશન (મહિલા પાંખ) જૂનાગઢ સાથે વિવિધ મહિલા સંસ્થાઓ સંયોજીત વિશ્વ મહિલા દિનનાં અનુસંધાને તા. પ-૩-રર શનિવારનાં રોજ ઓડીટોરીયમ કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે મહિલા સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પ્રમુખ સ્થાને ગીતાબેન પરમાર, મુખ્ય અતિથિ તરીકે શ્રૃતિબેન પાંડે, ભૂમિબેન કેશવાલા, ગીતાબેન કોટેચા, દીપાબેન પાલા તેમજ કાર્યક્રમનાં મુખ્ય વકતા નેહલબેન ગઢવી ઉપસ્થિત રહયા હતાં. સર્વ જ્ઞાતિનાં મહિલા મંડળનાં પ્રમુખો તરીકે ગાયત્રીબેન જાની, મીનાબેન ગોહેલ, નયનાબેન વઘાસીયા, રૂપલબેન લખલાણી, આરતીબેન જાેષી, ગીતાબેન જાેષી, રાજેશ્વરીબેન ગોટીયા, પ્રિતીબેન સાંગાણી અને કારોબારી સભ્યો સાથે મળી વિશિષ્ટ પ્રતિભાવંત, એક બેટી સન્માન અને મરણોત્તર સન્માન કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયું હતું. વિશાળ સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં મહિલાઓને જીવનમાં આગળ વધવાનું મોટીવેશન મળી રહે અને વિવિધ મહિલા મંડળો સંગઠીત થઈ બહેનો દ્વારા જ બહેનોનું સન્માન કરી, એકબીજા પ્રત્યે સન્માન, લાગણી અને સુમેળતા વધારે એવો નમ્ર પ્રયાસ જાેવા મળ્યો હતો. બધા જ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!