રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ સંચાલિત આદિકવિ નરસિંહ મહેતા જન્મજયંતી ઉજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કૃષ્ણ ભક્તિ આધારીત લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જૂનાગઢ મહાનગરનાં પ્રથમ નાગરીક મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય ભીખાભાઈ જાેશી, પુર્વ મેયર અને કોર્પોરેટર આધ્યશક્તિબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, આરતીબેન જાેષી, સરલાબેન સોઢા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા સંત સુરા અને સૌર્યની વાતો આપણું ગૌરવવંતુ લોકસંગીત સાથે આપણી સંસ્કૃતિ શું છે અને આજનો યુવાન ક્યાં જઈ રહ્યો છે તે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં સમજણ આપી હતી. મહેમાનોમાં જૂનાગઢ જીલ્લા ગ્રંથાલયનાં ગ્રંથપાલ મહેશ પરમાર, મદદનીશ કીશોરભાઇ રાવલ, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યા, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, હિમાંશુ ગોરાણીયા, ગૌરવ રૂપારેલિયા, વંદનાબેન દોશી, કૈલાશબેન વેગડા, ગીતાબેન મહેતા, સોનલબેન પનારા, યોગેશ્વરીબા જાડેજા, નિરવભાઇ તળાવીયા, ભરતભાઈ તન્ના, કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા વિકાસ અધિકારી હીતેશ દીહોરા તથા તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews