Wednesday, March 29

જૂનાગઢમાં રોડ ઉપરનાં પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરતા પદાધિકારીઓ

0

જૂનાગઢ મનપાનાં નવનિયુક્ત પદાધિકારીઓ, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી દ્વારા જે જેટ ગતિએ વિકાસનાં કામો આગળ વધારી રહ્યા છે તે અનુસંધાને જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા અને સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણાએ અક્ષરવાડીથી ભુતનાથ ફાટક સુધીનાં રસ્તામાં ભુગર્ભ ગટરની કામગીરી પુર્ણ થઇ હોય, રોડ ઉપર પેચવર્કનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પણ રૂબરૂ સ્થળ તપાસ હાથ ધરી કોન્ટ્રાકટરને જરૂરી કડક સુચના આપવામાં આવી હતી. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ તળાવ દરવાજા પાસે ટ્રાફિકને અડચણરૂપ વીજપોલને તાત્કાલિક અસરથી ખસેડવામાં આવે તે માટે વીજતંત્રના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી કડક સુચના આપવામાં આવી હતી તેમ ભાજપા જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!