જૂનાગઢમાં પોલીસની સમજાવટથી લીવ ઈન રીલેશનશીપ આખરે કેન્સલ કરવા યુવક સહમત થયો

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને કેન્દ્ર સરકાર વિભાગમા નોકરી કરતી મહિલા રાધા(નામ બદલાવેલ છે), પોતાના માતા-પિતા તથા નાના ભાઈ સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હોય, પોતાને પોતાના સમાજના જ એક યુવક, કે જે એન્જિનિયર હોય અને અમદાવાદ શહેરમાં રહેતો હોય, તેની સાથે પ્રેમ થઇ જતાં, પોતાની રાજીખુશીથી લીવ ઇન રીલેશનશીપમાં અમદાવાદ ખાતે રહેતી હતી. પરંતુ એકાદ વર્ષ પછી પોતાને ખ્યાલ આવેલ કે, આ યુવકને પોતાના સિવાય બીજી યુવતીઓ સાથે પણ સંબંધો છે. જેના પુરાવાઓ પણ પોતાને મળેલ હતા. જે બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા પોતે હાલ પોતાના માતા-પિતા સાથે રહેવા આવતી રહેલ. ત્યારબાદ પોતાના અમદાવાદ ખાતેના ઘરની ચાવી પોતાના પાસે હોય, ત્યાં યુવકની ગેર હાજરીમાં જતા, અન્ય યુવતીના કપડાં અને તેની સાથે લગ્ન કરેલાં તેનું પ્રમાણપત્ર મળતા, સાથે લઈને આવ્યા બાદ, યુવતી કેન્દ્ર સરકારના ખાતામાં નોકરી કરતી હોય, ફસાવી દેવાની ધમકી આપી, યુવક યુવતી સાથેનું લીવ ઈન રીલેશનશીપ કેન્સલ કરવા સહમત થતો ના હોય, કેસો કરવાની સતત ધમકી આપતા હોય,  પોતાની નોકરી જવાનો ભય લાગતા, ગળગળા થઈને કુટુંબ સાથે રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, સ્ટાફના હે.કો. નારણભાઇ, ઇન્દુભા, પો.કો. આઝાદસિંહ, સંજયસિંહ, નાગદાનભાઈ, કૈલાશભાઈ, ચેતનસિંહ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને અમદાવાદ ખાતેથી બોલાવી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા એન્જિનિયર યુવક અને તેના સંબંધીઓ લીવ ઇન રીલેશનશીપ કેન્સલ કરવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને ઉભા ઉભા નોટરી લખાણ કરી, રાજીખુશીથી છૂટા પડવા બાબતની લખાણ અને મંજૂરી આપી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી આપતા, કેન્દ્ર સરકારના ખાતામાં નોકરી કરતા અરજદાર કર્મચારી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, કોઈપણ ખાતાના કર્મચારીને મદદ કરવીએ પોલીસની અગત્યની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.  અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના દુઃખના સમયે મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, રૂબરૂ મળી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગી બગડી જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!