દ્વારકા : ૬૦ મીટર રેસમાં નવ વર્ષનાં કશ્યપે રાજયમાં ચોથો ક્રમ મેળવ્યો

0

નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રમાઈ રહેલી અંડર ૧૧, રાજ્યકક્ષાની એથલેટિકસ મીટમાં દ્વારકાના તેમજ શ્રી ભડકેશ્વર યોગ ગૃપના કોચ તેમજ દ્વારકાના સ્પોર્ટમેન ચેતનભાઈ જીંદાણી માર્ગદર્શન તૈયાર થયેલા કશ્યપ હરેષભાઈ કણઝારિયા(ઉ.વ.૯)એ ૬૦ મીટર રેસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમાં ચોથો ક્રમ મેળવી ગૌરવ અપાવેલ છે. નડિયાદ ખાતે આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી લગભગ ૭,૦૦૦ છોકરા/છોકરીએ ભાગ લીધો હતો. તેમાં ૬૦ મીટર રેસમાં કશ્યપ સામે ૫૭૦ હરીફ હતા. આટલા હરીફ ખેલાડીઓ છતાં કશ્યપ દરેક હીટ્‌સમાં પ્રથમ રહી છેલ્લે ફાઈનલ આઠમાં પહોંચી ગયો હતો, ફાઈનલમાં ત્રીજા ક્રમે રહેનાર ખેલાડી ૧૦.૩૦માં આવ્યો હતો. તો કશ્યપ ૧૦.૩૩ માત્ર ત્રણ મીલી સેકંડ(ફોટો ફિનીશ) માર્જીન રહેતા ચોથા ક્રમે રહ્યો હતો. કશ્યપે જબરજસ્ત ટક્કર આપી હતી. આ સ્પર્ધામાં પહેલા દશ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એકથી દશમાં આવનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપવામાં આવી હતી. વેલડન કશ્યપ હરેશભાઈ કણઝારિયા અમને ગર્વ છે તારા ઉપર તેમજ તારા પ્રદર્શન ઉપર.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!