સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર જગદિશભાઈ પટેલે શહેર ભાજપ કાર્યાલય જૂનાગઢની લીધી મુલાકાત

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં કાર્યાલય ખાતે સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. ત્યારે મિડીયા વિભાગનાં સુરેશભાઈ પાનસુરીયા, સંજયભાઈ પંડ્યા અને જીતુભાઈ ઠકરાર દ્વારા તેમને આવકાર્યા હતા. કાર્યાલયની મુલાકાત દરમ્યાન સરળ સ્વભાવ ધરાવતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરમાં તેઓએ શરૂઆત મિડિયા વિભાગનાં કન્વિનર તરીકે કરી હતી અને ત્યારબાદ અનેક જવાબદારીઓ બાદ સુરત મહાનગરપાલિકાનાં કોર્પોરેટર બન્યા હતા અને મેયરપદ ઉપર રહી કોવિડની ભયંકર પરિસ્થિતિમાં લોકોની સેવા કરી હતી.  હાલ ભારતીય જનતા પાર્ટી મિડિયા વિભાગનાં દક્ષિણ ઝોનનાં પ્રવક્તાની જવાબદારી નિભાવી રહ્યા છે. મિટિંગ બાદ મિડિયા વિભાગ, કાર્યાલય મંત્રી નિરવભાઇ તળાવીયા તથા જૂનાગઢ અનુ. જાતિ મોરચા દ્વારા જગદીશભાઈ પટેલનું સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!