સિંબર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ-ઉના દ્વારા શ્રી હરિભાઈ જીભાઈ વિદ્યાર્થી ગૃહ ઉન્નતનગર “હેમેન્દ્રબાગ-ઉના” ના રંગમંચ ઉપર વિચારગોષ્ઠી, મ્યૂઝિકમેડલી અને સમ્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ત્રી સશક્તિકરણના ભાગ સ્વરૂપે જ્ઞાતિની દિકરીઓ મહિલાઓ જે વિશિષ્ટ અને વિશેષ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમનો સત્કાર અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કાંતાબહેન વસંતભાઈ જાેશીના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સ્વર સાધિકા મૃગનયની મહેતાના મધુર સ્વરે પ્રાર્થના રજૂ કરી હતી અને કાર્યક્રમનો સમા બાંધી દીધો હતો. કાર્યક્રમના પ્રથમદૌરમાં જ્ઞાતિની બહેનોએ સ્ત્રીસશક્તિકરણ ઉપર સ્વયંના વિચાર રજૂ કર્યા હતા. દ્વિતીય દૌરમાં જ્ઞાતિની દિકરી અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરિય અનેક પુરસ્કારથી પુરસ્કૃત અને સુપ્રસિદ્ધ બાલસંગીતકાર મૃગનયની મહેતાએ પોતાના સ્વરથી એક પછી એક ગીતો પિયોનો સાથે રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તૃતીય દૌરમાં જ્ઞાતિની ઉચ્ચ શિખર ઉપર પહોંચેલા નારી(દિકરી-મહિલા) પ્રતિભાને પુરસ્કાર પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંગીત ક્ષેત્રે મૃગનયની મહેતા, સામાજિક ક્ષેત્રે શીતલબહેન પંડ્યા, આરોગ્ય સામાજિક ક્ષેત્રે ભારતીબહેન મહેતા તથા ડો. હિનાબહેન મહેતાને સત્કાર કરવામાં આવ્યા હતા. ચતુર્થ દૌરમાં ફિઝયો ડો. હિનાબહેન મહેતાએ સૌ મહિલાઓને તન, મનની સ્વસ્થતા શુદ્ધતા સકારાત્મકતા અને ચુસ્ત રહેવા માટે ટિપ્સ આપી હતી. પંચમ દૌરમાં કાંતાબહેન વસંતભાઈ જાેશીના વિવાહની ૫૦મી વર્ષગાંઠ પૂર્ણ થતા સૌને અલ્પાહારની ઊજવણી કરી હતી અને સૌ જ્ઞાતિની બહેનોએ કાંતાબહેનની ૫૦મી વિવાહ વર્ષ ગાંઠ ગોલ્ડન જ્યુબિલી ઉપર શુભેચ્છા વંદન તથા ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુની શુભકામના કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર બીનાબહેન વિજયભાઈ જાેશી તથા આભારવિધી રચનાબહેન પંડ્યાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું નિર્દેશન શોભનાબહેન ભૂપતાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માતા, બહેનો અને દિકરીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ કાર્યક્રમને દીપાવી અને સફળ કરી દીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સી.સ.ઔ. બ્રાહ્મણ જ્ઞાતિની મહિલા મંડળ-ઉનાની સદસ્ય બહેનોએ પુરતો સહયોગ કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews