જૂનાગઢમાં અંબિકા ચોક ખાતેની મંડળના હોલમાં મહિલા દિવસ અંતર્ગત મહિલાની પોતામાં રહેલી સુષક્ત શક્તિઓ બહાર લાવવા માટે જૂનાગઢના ધારાશાસ્ત્રીઓ દ્વારા માર્ગદર્શન આપવા માટે જૂનાગઢમાં એક શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં મહિલા અગ્રણી આરતીબેન જાેશી ઉપસ્થિત રહી મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા થતી સેવા પ્રવૃતીઓ અને આવી પ્રવૃતિ મંડળના તમામ ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરોને બિરદાવેલ અને તમામ ટ્રસ્ટી અને કાર્યકરો વંદનીય છે તેવી પ્રતીતિ કરાવેલ હતી. આ તબક્કે મહિલા ધારાશાસ્ત્રી ધનલક્ષ્મીબેન શેઠિયા, ધર્મિષ્ઠાબેન જાેશી, વર્ષાબેન બોરીચાંગર ઉપસ્થિત રહેલા હતા અને બહેનોના ઉત્કર્ષ માટે સામાજિક બદીઓને બાજુમાં મૂકી કઈ રીતે આગળ વધવું તેમજ સ્વાસ્થ્ય બાબતે અને સરકારની જુદી-જુદી યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકાય અને તેના માટે જરૂરી અરજી પત્રકો અને આધારો વિષે માહિતી આપેલી હતી. આ તબક્કે મહિલા ક્રાંતિના તંત્રી મીનાબેન ચગએ જણાવેલ કે, લખવું અને બોલવું એ કુદરતી દેણ છે અને બહેનોએ પણ આવી રચનાત્મક પ્રવૃતિઓમાં આગળ આવવું જાેઈએ. આ શિબિર દરમ્યાન સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ ઉપસ્થિત બહેનોને ક્યારેય પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો સંસ્થાની મદદ લેવા જણાવેલ હતું. તેમજ સરકારી વકીલ કમલેશભાઈ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન સર્વોપરી રહેલ છે પરંતુ જુની પરંપરાઓમાંથી બહાર આવી બહેનોએ પોતાની મર્યાદામાં રહી પોતાના વિકાસ માટે જે તક્કો મળે છે તેનો લાભ લઇને આગળ આવવું જાેઈએ. આ કાર્યક્રમમાં તમામ વક્તા વકીલોના સિનિયર ધારાશાસ્ત્રી પી.એમ. કારીયા ઉપસ્થિત રહી વક્તાઓનો ઉત્સાહ વધારેલો હતો. આ પ્રસંગે ૮૦ વર્ષથી વધારે આયુષ ધરાવતા ૫ માતાઓનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના ટ્રસ્ટી શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેષી તેમજ કાર્યકર કેતનભાઇ નાંઢા, મનોજભાઈ સાવલિયા, સરોજબેન ભટ્ટ વગેરેએ જહેમત ઉઠાવેલી હતી. તેમજ ઉપસ્થિત ધારાશાસ્ત્રીઓની આભારવિધી મનસુખભાઈ વાજાએ કરેલી હતી. સ્ત્રીઓનું સ્થાન રસોડાથી લઇ ચંદ્ર સુધી સુનિશ્ચિત કરતી મહિલાઓને પ્રેરણા સ્ત્રોત બનવાની અન્ય મહિલાઓ પ્રેરણા લે તેમ ૮૦ વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા માતાઓનું સન્માન કરવામાં આવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews