ભગવાન દામોદરરાયજીને છપ્પન ભોગ ધરાયો : ભાવિકોએ લીધો દર્શનનો લાભ

0

જૂનાગઢ ગીરીવર ગીરનારની ગોદમાં આવેલું દુનિયાભરનાં આસ્થાનું કેન્દ્ર અને ભક્તકવિ નરસિંહ મહેતાનાં ઇષ્ટદેવ ભગવાન દામોદરરાયજી મંદિર અને દામોદરકુંડ ખાતે ભગવાન દામોદરરાયજીને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં વસતા ગીરનારા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ છપ્પન ભોગનાં દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. નિરવભાઇ પુરોહિત, ર્નિભયભાઇ પુરોહિત, નિમીશભાઇ ઠાકર, વિરાટભાઇ ઠાકર, શ્રેયાસભાઇ ઠાકર તથા અનેક લોકોનાં અથાગ મહેનત કરી અને આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અનેક દર્શનાર્થીઓ સાથે સાથે સુરતનાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ, જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, પૂર્વ મેયર અને કોર્પોરેટર ધીરૂભાઈ ગોહિલ, ધર્મેશભાઈ પોશીયા, પલ્લવીબેન ઠાકર, આરતીબેન જાેષી, આધ્યાશક્તિબેન મજમુદાર, ભાવનાબેન હીરપરા, જીવાભાઈ સોલંકી, દીવાળીબેન પરમાર, સંગઠનનાં હોદેદારો ભરતભાઈ બાલસ, ચંદ્રિકાબેન પંડ્યા, ચંદ્રીકાબેન રાખશીયા, માલદેભાઇ ડોડીયા, મિડિયા વિભાગનાં સંજય પંડ્યા, જીતુ ઠકરાર તથા બહોળી સંખ્યામાં ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!