વેરાવળ-પાટણમાં ગેરકાયદે બાંધકામો ખડકતા બિલ્ડરોને નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસરનું પરોક્ષ પ્રોત્સાહન ?

0

વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી મુદે ભાજપના સભ્યે નગરપાલીકાની નિતી સામે સવાલો ઉઠાવ્યા હતા. બાદ હવે આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય અને નગરસેવકોએ નગરપાલીકા સામે ગંભીર આક્ષેપો કરતા કહેલ કે, જાેડીયા શહેરમાં મોટા બાગડબિલા બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામો બનાવીને છટકી ગયા હોય અને નાના લોકો ફસાઇ ગયા છે. ત્યારે શહેરમાં ૫૦૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો હોવા છતાં તોડી પાડવા માટે ફકત ૩૭ને જ શા માટે નોટીસો ? અનઅધિકૃત બાંધકામો કરનાર મોટા બાગડબિલાઓ ઉપર હજુ પણ નગરપાલીકા તંત્રની મીઠી નજર હોવાની સાબિતી સમાન કાર્યવાહી છે. તો જાગૃત નાગરીકોએ પુરાવા સાથે નગરપાલીકાને ગેરકાયદેસર બાંધકામો અંગે આપેલ ફરીયાદ બાબતે પણ નગરપાલીકા તંત્ર કે ચીફ ઓફીસર કશી કાર્યવાહી કરી રહયા નથી. જેના કારણે શહેરમાં ભાજપ શાસિત નગરપાલીકાના રાજમાં ગેરકાયદેસર બાંધકામો અવિરત બેરોકટોક ચાલી રહયા છે. વેરાવળ-સોમનાથ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ન કરતુ હોવાથી હાઇકોર્ટે નગરપાલીકા તંત્રની ઝાટકણી કાઢી હતી. જેના પગલે નગરપાલીકા તંત્રએ કાર્યવાહી કરવાના નામે શહેરમાં ૩૭ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા એક મહિનાની મુદત સાથેની નોટીસો વીસેક દિવસ પહેલા પાઠવી હતી. જાે કે, આ કાર્યવાહી સામે સતાધારી ભાજપના નગરસેવકે સવાલો ઉઠાવી તપાસની માંગ કરી છે. તો હવે આ મામલે વિપક્ષ કોંગ્રેસના જવાબદારો પણ મેદાનમાં આવી નગરપાલીકા સામે ભાજપ સમર્થીતોના ગેરકાયદેસર બાંધકામોને છાવરવામાં આવી રહયાના આક્ષેપો કરતા ચકચાર મચી ગઇ છે. આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવેલ કે, જાેડીયા શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને અગાઉ પ્રથમ નોટીસો આપેલ હતી. ત્યારપછી બીજી નોટીસ આપવા સમયે જે જે ભાજપના હોદેદારો છે તેમની નોટીસો કેન્સલ કરીને સામાન્ય વેપારી અને મધ્યમ વર્ગના લોકોને બીજી અને ત્રીજી નોટીસો આપેલી છે. ત્યારે ખરીદનાર કરતા બિલ્ડીંગ બનાવનાર બિલ્ડરોને નોટીસ આપવાની કાર્યવાહી થવી જાેઇએ. શહેરમાં હાલ ભાજપ શાસિત નગરપાલીકાની મીઠી નજર નીચે ચાલે છે. અનઅધિકૃત બિલ્ડીંગો બનાવનાર નગરપાલીકાને વિશ્વાસમાં લઇને કામ કરી રહયા છે. ત્યારે ગેરકાયદેસર બાંધકામો સામે તટસ્થ કામગીરી થવી જાેઇએ. જયારે કોંગ્રસના નગરસેવક અફઝલ પંજાએ જણાવેલ કે, શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં નગરપાલીકા તંત્ર એકને ખોળ એકને ગોળની નિતી રાખે છે. શું શહેરમાં ફકત ૩૭ બાંધકામો જ ગેરકાયદેસર છે ? મોટા બાગડબિલા બાંધકામો કરી નિકળી ગયા છે અને હવે સામાન્ય વર્ગના લોકો ફસાયા છે. શહેરમાં ૫૦૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તો તે તમામ બાંધકામો ઉપર નગરપાલીકા તંત્રની કેમ મીઠી નજર છે ? શું કામ આ તમામ બાંધકામો ઉપર કાર્યવાહી થતી નથી ? ત્યારે હું નગરપાલીકાના અધિકારીઓને સંદેશો આપું છે કે તમે સરકારના કર્મચારી છો નહીં કે શાસકોના. તમારી ફરજનો ભાગ છે કે ન્યાયીક રીતે તમારે સામાન્ય લોકોને ન્યાય આપવાની ફરજ છે. તો નગરપાલીકાના વિપક્ષી નેતા ગુલામ ખાને મોટા મોટા બિલ્ડરો કરોડોની કિંમતની દુકાનો વહેંચી નાંખતા હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. જેથી તેઓ સામે કાર્યવાહી થવી જાેઇએ. અત્રે નોંધનીય છે કે, શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નકકર કાર્યવાહી કરવાના બદલે નગરપાલીકાના અધિકારી-કર્મચારીઓ છાવરી રહયા હોવાની નિતી હવે ખુલ્લી પડી છે. જેને લઇ હાઇકોર્ટે ઠપકો આપ્યા બાદ પણ નગરપાલીકાના જવાબદાર અધિકારી-કર્મચારી સુધરતા ન હોય તેમ આજની તારીખે અનેક ગેરકાયદેસર બાંધકામો ચાલી રહયા બાબતે છેલ્લા થોડા દિવસો દરમ્યાન જાગૃત નાગરીકોએ કરેલ લેખિત ફરીયાદ અંગે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!