Wednesday, March 29

ફાયર સેફટી મામલે હાઈકોર્ટનો કડક વલણ બાદ દ્વારકામાં ફાયર વિભાગનો સપાટો

0

ફાયર સેફટી મુદે હાઈકોર્ટના કડક આદેશ બાદ તેની અમલવારી કરવાની કામગીરી શરૂ થઈ ગઈ હોય તેમ દેવભૂમિ દ્વારકાનાં મુખ્ય મથક ખંભાળીયાનાં ફાયર અધિકારી મીતરાજસિંહ પરમાર તથા દ્વારકા ફાયરની ટીમને સાથે રાખીને દ્વારકાની હોટલોનું ચેકીંગ હાથ ધરવામાં આવતાં ૩પ હોટેલ માલીકોને નોટીસ પાઠવી હતી. અને ત્રણ હોટલને સીલ કરવામાં આવતાં હોટેલ માલીકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે સવાલ એ થાય છે કે જે હોટેલોમાં નોટીસ આપી દેવાઈ છે તેને કેમ સીલ કરવામાં આવી નથી ? માત્ર ત્રણ હોટેલને જ કેમ સીલ કરાઈ ? હોટેલ એસોસીએશને પણ ફાયર સેફટીના ગંભીર મામલે કયા કારણોસર ધ્યાન કેન્દ્રીત કરેલ નથી તે પણ સવાલ ઉભો થવા પામ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!