જૂનાગઢ મુકામે સ્વામિનારાયણ સુવર્ણ મંદિરના પટાગણમાં ગુજરાતભરમાં બી.એ.બી.એડ., એમ.એ., એમ.કોમ કોલેજ કરતા ૬૫ ટકાથી વધારે ગુણ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને દાતાઓના સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રોકડ શિષ્યવૃતિ આપવામાં આવી હતી. સ્વામિનારાયણ સુવર્ણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, પૂજ્ય શ્રી પુજારી સ્વામી, તેમજ શ્રી પી.ટી. સ્વામી જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશી, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા , મનીષભાઈ લોઢીયા, રાષ્ટ્રીય અંધજન મંડળના બળદેવસિંહ સરવૈયા, પુરૂષોત્તમભાઈ અકબરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સર્વોદય મંડળના પ્રદીપભાઈ દવે, ભીખુભાઈ સિસોદિયા, મુકેશગિરી મેઘનાથી, રતિભાઈ એન. મકવાણા, અમિતભાઈ વાઢેર, કલ્પેશભાઈ કારેલીયા, કાંતિભાઈ ગજેરા હાજર રહ્યા હતા. તેમજ અંધજન મંડળના શિક્ષક તપન જીકારભાઈએ આખા કાર્યક્રમનું સંપૂર્ણ એલાઉન્સમેન્ટ કર્યું હતું. આ પ્રજ્ઞાચક્ષુ શિષ્યવૃતિ કાર્યક્રમમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને નાસ્તાની કીટ પણ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં સેવા આપનાર મારી શાળાના શિક્ષક ભાવિનભાઈ વાઘેલા, કે.કે.ગોસાઈ, શ્રી પરમાર, શ્રી જાેગલ, પ્રવીણભાઈ જાેશી, મનોજભાઈ સાવલિયા, નાથાભાઈ, ઘનશ્યામભાઈ ભુવા, કુલદીપગિરી મેઘનાથી, દ્રષ્ટિબેન સિસોદિયા જેવા સેવાભાવી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. તેમજ અંધ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી મુકેશગિરી મેઘનાથીએ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં તમામ રહેવા-જમવાની ફ્રી સગવડતા આપવા બદલ તમામ ટ્રસ્ટીઓ તેમજ સ્વામીજીનો, અનેવિ સત્યમ સેવા યુવક મંડળ તેમજ હર હંમેશ દાનની સરવાણી લાવનાર સી.ટી. પટેલનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews