Monday, December 4

જૂનાગઢમાં વ્યાજખોરીમાં ફસાયેલા યુવાનને પોલીસની મદદથી ચુંગાલમાંથી મુકત કરાયો

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરૂદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં રહેતા અને નાનો વેપાર કરી, પોતાનું ગુજરાન ચલાવતા રમેશભાઈ(નામ બદલાવેલ છે) જરૂરીયાતના કારણે પોતાના ઓળખીતા વ્યક્તિ પાસેથી ૬૦ હજાર રૂપિયા વ્યાજે લીધેલા અને ને કોરા ચેક પણ આપેલા હતા. ૧૦ % વ્યાજ દર મહિને રૂપિયા ચૂકવતા ચુકવતા, મુદ્દલ અને વ્યાજ ચૂકવી દીધા હતા. યુવાન વેપારી દ્વારા ૬૦ હજારના ૮૨ હજાર ચૂકવી દેવા છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. વ્યાજ ચુકવવાની લ્હાયમાં વેપાર પણ કરી શકતા ના હતા. વ્યાજખોરોનું મુદ્દલ તો એમના એમ જ રહ્યું, પણ વ્યાજને પહોંચી શકાતું ન હોતું. યુવાન દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત હજુ પણ ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની હાલત કફોડી હોવા છતાં, બંને ચેક મનઘડંત રકમ લખી, બેંકમાં નાખી, ચેક રિટર્ન કરાવી, નામદાર કોર્ટમાં ચેક રિટર્ન ની બે અલગ અલગ ફરિયાદ પણ કરી નાખી હતી. વધુમાં યુવાનના ઘરે જઈને તેમજ મોબાઈલ ફોન ઉપર ધમકીઓ આપી, હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોય, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ હતી. અરજદાર પાસે કોઈ રસ્તો ના હોય, પોતાના કુટુંબીજનો સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા સ્ટાફના હે.કો. નીતિનભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, પરેશભાઈ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યાજખોરને બોલાવી, વ્યાજ જાેઈએ કે જેલ જાેઈએ ? એવું શાનમાં સમજાવતા, વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી અને નામદાર કોર્ટમાં ચેક રિટર્ન ના કરેલ ખોટા કેસ પણ પાછા ખેંચી લેવાની બાહેંધરી આપી, તેવું લખાણ પણ આપી ગયેલ હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને મદદ કરવા બદલ, પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પિતા પુત્ર દ્વારા ખુશ થઈને જાે પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અરજદારને હવે પછી આવા લોકો પાસેથી બિન જરૂરી રૂપિયા નહીં લેવા અને પોતાના કુટુંબને મુશ્કેલીમાં નહીં મુકવા સલાહ આપી હતી. હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોકડાઉનના કપરા સંજાેગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી, અરજદારની જિંદગી બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!