ચોરવાડ ખાતે મેઘલ નદીથી ઝુઝારપુર રોડ સુધીની કેનાલ આવેલ છે જેની ઘણા વર્ષોથી સફાઈ થયેલ ન હોવાથી કાંપ, કાદવ ભરાય ગયેલ હોવાથી ચોમાસા દરમ્યાન આવતા વરસાદી પાણીનો સંગ્રહ ખુબ ઓછા પ્રમાણમાં થાય છે જેથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમા દ્વારા ક્ષાર અંકુશ વિભાગને લેખીત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કેનાલ સફાઈ કરવા માંગ કરેલ છે. આ કેનાલમાં પાણી સંગ્રહ ન થવાથી આ વિસ્તારના ખેડૂતો અને લોકોની પરિસ્થિતિને અનુલક્ષીને રજૂઆત કરવામાં આવેલ હતી. હાલ ઉનાળાની સીઝન શરૂ થયેલ હોય અને ચોરવાડ ખાતે મેઘલ નદીથી ઝુઝારપુર રોડ સુધીની કેનાલનું પાણી ખતમ થઈ જવાથી આ વિસ્તારના ખેડૂતોને ઉનાળુ પાક મેળવવામાં ખુબજ મુશ્કેલીઓ ઉભી થાય છે તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીમાં પણ હાલાકીઓ ભોગવવી પડે છે તો કેનાલ સફાઈથી બારેમાસ પીવાનું અને સિંચાઈનું પાણી મળી શકે તેમ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews