મૂળ ઓળખને જીવંત રાખવા ક્ષત્રિય આહીર સમાજ કોડીનારની રાજ્યભરના યદુવીરોને અપીલ

0

મૂળ ઓળખને જીવંત રાખવા કૃષ્ણવંશી(યદુવંશી) આહીર સમાજ કોડીનાર એ વડનગર ખાતે નવનિર્માણ પામી રહેલ સમાજની વાડીને ‘યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ’ નામ આપીને પહેલ કરી છે. વૈદિક ક્ષત્રિય કૃષ્ણવંશી(યદુવંશી) આહીર સમાજના અનેક રાજા રજવાડાઓ થઈ ગયા છે તેમજ રાષ્ટ્રરક્ષા માટે દેશના અલગ અલગ રાજ્યોમાં યદુવંશીઓએ સેંકડો બલિદાનો આપ્યાના ઇતિહાસ જાેવા મળે છે. રેઝાંગલા, વડગામ, હાજીપીર જેવા અનેક યુદ્ધો તેના સાક્ષી છે. સમાજના ઇતિહાસના સંરક્ષણ અને જીવંત રાખવાના હેતુથી કોડીનાર તાલુકા ક્ષત્રિય આહીર સમાજે કોડીનાર તાલુકા ક્ષત્રિય આહીર સમાજની વડનગર ખાતે નિર્માણ પામી રહેલ આહીર સમાજની વાડીને યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ નામ આપી ઇતિહાસને જીવંત રાખવા નવી પહેલ કરી છે, સાથે જ યુવા યદુવીરોએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, “આહીર વિશુદ્ધ(શુદ્ધથી પણ શુદ્ધ) આર્ય ક્ષત્રિય છે”, આ સિવાય અનેક ઇતિહાસકારો અને મહાન ગ્રંથોમાં જ્યારે ક્ષત્રિય આહીર સમાજનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખ્યો હોય ત્યારે એને જીવંત રાખવા માટે અમે અમારી મૂળ ઓળખને જીવંત રાખવા આ પહેલ કરી છે. ઇતિહાસના મહત્વની વાત કરતા કોડીનારના યદુવંશીઓએ જણાવ્યું હતું કે, કોઈક મહાન વ્યક્તિએ કહ્યું છે કે, “તમે કોઈ સમાજને ખતમ કરવા માંગતા હોવ તો એને લાકડી લઇને મારવાની જરૂર નથી, પણ એના ઇતિહાસને ખતમ કરી દીયો એટલે તે આપોઆપ ખતમ થઈ જશે”, માટે અમે અમારા ઇતિહાસને ખતમ થવા દેવા માંગતા નથી અને યદુવંશીઓ રાષ્ટ્ર માટે અને પરોપકાર માટે હંમેશા બલિદાનો આપતા આવ્યા છે માટે પોતાના ગૌરવશાળી ઇતિહાસથી આવનારી પેઢી પરિચિત રહે એ માટે મૂળ ઓળખને મહત્વ આપ્યું છે. તેમજ રાજ્યના દરેક ક્ષેત્રમાં રહેતા ક્ષત્રિય આહીર સમાજના યુવાઓ અને વડીલોને પણ વિનંતી કરશું કે સમાજના દરેક કાર્યક્રમો, વાડીઓ, સમાજના વીર પુરૂષોની પ્રતિમાઓમાં આહીર શબ્દની જગ્યાએ ‘ક્ષત્રિય આહીર’ અથવા ‘યદુવંશી ક્ષત્રિય આહીર’ શબ્દનો પ્રયોગ કરવો જેથી કરી યુવા પેઢી પૂર્વજાેના શૌર્ય અને બલિદાનોને યાદ કરે. મૂળ ઓળખને વિસરતી અટકાવી શકાય અને મૂળ વૈદિક ક્ષત્રિય તરીકેની ઓળખ(ઇતિહાસ)ને વેગ આપી શકાય.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!