બોટાદની મહીલાનું એસટી બસ સ્ટેશનમાંથી ચોરાયેલ પર્સ શોધી આપતી જૂનાગઢ પોલીસ

0

બોટાદ પાળીયાદ રોડનાં રહેવાસી ભૂમિબેન વિનોદકુમાર જાેષી તા. ૪-ર-રરનાં રોજ જૂનાગઢ બસ સ્ટેશનમાં ઉતરતી વખતે તેઓનું પાકીટ પડી ગયેલ હતું. જેમાં એક મોબાઈલ અને રોકડ રૂા. રપ૦૦૦ હતાં જે અંગે બી ડીવીઝનમાં જાણ કરેલ હતી. ઉપરોકત બાબતે પોલીસે તપાસ કરતાં સદરહુ મોબાઈલ ગોંડલ ખાતે સ્વીચઓફ થઈ ગયેલ હોય કેટલાક શકમંદોને ગોંડલ તાલુકા પોલીસની મદદથી પોલીસ સ્ટેશન લાવી બી ડીવીઝનનાં પીઆઈ આર.એસ. પટેલે આગવી કુશળતાથી પુછપરછ કરતાં એક શકમંદ ભાંગી જતાં પર્સ પોતાની પાસે હોવાનું સ્વીકારતા મોબાઈલ અને રોકડ રૂા. રપ૦૦૦ પોલીસે રીકવર કરી લીધેલ છે. અરજદારને બોટાદથી બોલાવીને તેઓને મોબાઈલ અને રોકડ રકમ સોંપી આપતા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો. આ કામગીરીમાં પીઆઈ આર.એસ. પટેલની સુચના મુજબ પીએસઆઈ કે.જે. પટેલ, વનરાજસિંહ ચુડાસમા, હારૂનભાઈ ખાનાણી, દિનેશભાઈ કરગઠીયા વગેરે જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!