ભગવાન દ્વારકાધિશને રીઝવવા મહિલાઓએ મંદિરમાં ગોપી રસ કર્યો હતો. મહિલાઓના મત મુજબ જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાશ અને જ્યાં રાશ ત્યાં સંગ ભગવાન કૃષ્ણ હોય છે. ફુલડોલ ઉત્સવ દર્શન માટે મહિલાઓએ મંદિરને કૃષ્ણમય બનાવી દીધુ હતું. યાત્રાધામ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દર્શન માટે આવેલ મહિલાઓએ ભગવાન કૃષ્ણને રીઝવવા દ્વારકાધિશ મંદિર ખાતે ગોપી રાસ કર્યો હતો. ભગવાનના દર્શન પામવા મહિલાઓએ ગોપી રાસ કરી ભગવાનને દર્શન આપવા રીઝવવા કોશિષ કરી હતી. ભગવાન કૃષણનો પ્રિય ગોપી રાસ કરી મહિલાઓએ સમગ્ર વિસ્તારને કૃષ્ણમય કરી દિધો હતો. મહિલાઓના કહેવા મુજબ જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાશ અને જ્યાં રાશ ત્યાં સંગ ભગવાન કૃષ્ણ હોય છે. ગોપીઓ દ્વારા રાસ રમતાં ભગવાન કૃષ્ણ પણ આ રાસમાં એક યા બીજા સ્વરૂપે દોડી આવતા હોય છે તેવું શ્રદ્ધાળુ મહિલાઓનું માનવું હતું. કાન ગોપીના વેશભૂષામાં સજ્જ થઈ આવેલ મહિલાઓએ ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews