સમાજની સુંદર વ્યવસ્થાનાં ભાગરૂપે લગ્ન સંસ્થા આપણે ત્યાં અમલી છે અને સમાજમાં લગ્ન સમારોહનાં કાર્યક્રમો યોજાતા હોય છે. લગ્નનાં પ્રસંગોને દિવસો સુધી અગાઉ માણવામાં આવતા હતા પરંતુ આજનાં મોંઘવારીનાં સમયમાં હવે અઢળક ખર્ચા પોસાય તેમ નથી ત્યારે જરૂરિયાતમંદ પરિવારનો સત્યમ સેવા યુવક મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓ સાચા અર્થમાં મદદરૂપ થાય છે અને સમુહ લગ્ન તેમજ આદર્શ લગ્ન યોજી અને સારો એવો કરીયાવર પણ દાતાઓનાં સહયોગથી આપાતો હોય છે. લગ્નની જયારે વાત આવે છે ત્યારે આપણે ત્યાં એક કહેવત છે કે, ઘડીયા લગ્ન લેવાયા એમ વારંવાર કહેવામાં આવતું હોય છે ત્યારે ઘડીયા લગ્ન કહી શકાય તેવી સુંદરમજાની વ્યવસ્થા સત્યમ સેવા યુવક મંડળે ઉપલબ્ધ બનાવી છે. એટીએમ(ઘડીયા લગ્ન) જેવી સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩૭ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિની સનિષ્ઠ કામગીરી દ્વારા દરેક સમાજમાં ભારે લોકચાહના મેળવી અને જરૂરિયાતમંદોને કાયમને માટે સહાયભુત થનારી સેવાકીય સંસ્થા સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેમની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કદમ ઉઠાવવામાં આવેલ છે. આજનાં મોંઘવારીનાં યુગમાં જરૂરિયાતમંદ પરિવારોને સહાયભુત થવા સમુહ લગ્નનાં કાર્યક્રમો તો યોજવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૧૮૦૦થી વધારે દીકરીઓનાં લગ્ન કરી આપવામાં આવેલ છે. દિવસે-દિવસે સેવાની કામગીરીનું વટવૃક્ષ બની ગયેલી આ સંસ્થા એટલે કે, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા હવે વધુ એક કદમ આગળ વધી અને સમયની સાથે તાલ મીલાવી અને એટીએમ લગ્ન સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ સંસ્થા પાસે મંડપ તૈયાર છે, કરીયાવર દાતાઓનાં સહયોગથી પ્રાપ્ત થાય છે. લગ્ન વિધી કરાવનારા વિધવાન ગોરમહારાજ પણ છે અને સહુનાં સહીયારા સહયોગથી તાત્કાલીક લગ્ન યોજી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને જેને વ્યાપક આવકાર મળી રહ્યો છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ એટીએમ લગ્નના આયોજનની યોજનાને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. સમૂહ લગ્નના આયોજનની હવે રાહ જાેવી નહિ પડે અને તાત્કાલિક લગ્નનું આયોજન કરી શકશે. કોઈપણ જ્ઞાતિના લોકો આ લાભ લઇ શકશે અને જરૂરીયાત મુજબ કરિયાવર પણ આપવામાં આવશે. વિશેષ માહિતી માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા (મો.૯૯રપ૧ ૪ર૦૮૮) અંધ કન્યા છાત્રાલય, સેજની ટાંકી પાસે, જવાહર રોડ, જૂનાગઢ ખાતે સવારે ૧૧ થી ૧માં કોન્ટેક કરી શકાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews