શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહ યોજાયો

0

તા.૧૨-૩-૨૦૨૨નાં રોજ જૂનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ કર્ચામારી મંડળ આયોજિત દ્વિતીય સ્નેહ મિલન સમારોહ  વર્ષ ૨૦૨૧-૨૨ યોજાયેલ હતો. આ કાર્યક્રમ દરમ્યાન સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીયો, શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટીઓ, તેમજ સ.પ.ક.મ.ના આજીવન સભ્ય પદ ધરાવતા કર્મચારી કે અધિકારી નિવૃત થયેલા હોય તેઓના નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ ઉપરાંત લેઉઆ પટેલ સમાજમાં વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન કાર્યક્રમ ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ હતો. જેમાં અધ્યક્ષ સ્થાને પીજીવીસીએલ વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર એ.એમ. પાઘડાર તેમજ સમારોહના ઉદ્‌ઘાટક તરીકે ડો. જી. કે. ગજેરા ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, ગોપાલભાઈ રૂપાપરા ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, જે. કે. ઠેસીયા ચેરમેન એન્ડ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ, કરસનભાઈ ધડુક  પ્રમુખ શ્રી દોમડીયા વાડી જૂનાગઢ, ડો. વી.પી. ચોવટીયા નિવૃત કુલપતિ જુ.કુ.યુ. જૂનાગઢ, લક્ષ્મણભાઈ લાખાણી પ્રમુખ શ્રી કયાડા વાડી જાેષીપરા, જેન્તીભાઈ વઘાસીયા ટ્રસ્ટી શ્રી સરદારધામ અમદાવાદ, હરસુખભાઈ વઘાસીયા સમૂહ લગ્ન પ્રણેતા જૂનાગઢ વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત સ.પ.ક.મ.નાં પાયાના પથ્થર એવા ભૂતપૂર્વ પ્રમુખો જેવા કે રતિલાલ ડોબરિયા, કુરજીભાઈ ગાજીપરા, પ્રવિણભાઈ ચોથાણી, કૃષ્ણકાંત પટોળીયા, પ્રકાશભાઈ ભંગડીયા વગેરેને સરદાર પટેલનો સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત સમાજનાં જાણીતા અગ્રણી મહિલાઓ નયનાબેન વઘાસીયા ખોડલધામ મહિલા કન્વીનર જૂનાગઢ તેમજ ભાદ્રાબેન વૈશ્નવ સરદાર ધામ જૂનાગઢ જીલ્લાના મહિલા સંયોજક, જયશ્રીબેન રંગોલીયા તેઓનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત સમાજનાં અગ્રણી અમુભાઈ પાનસુરીયા, અમિતભાઈ ઠુમ્મર, પી.પી. વોરા, મનસુખભાઈ પટોળીયા, મહેન્દ્રભાઈ ગોધાણી, કુસુમબેન ભુવા, ઉષાબેન ગોધાણી, વનીતાબેન સુરાણી, મુકેશભાઈ ભંડેરી, પી.એચ. માવાણી નિવૃત ચીફ ઈજનેર પી.જી.વી.સી.એલ. તેમજ આ પ્રસંગે માત્ર ચાર ધોરણ ભણેલા અને નાના એવા પ્રેમપરા ગામના વતની મથુરભાઈ રીબડીયા કે જેઓની હેતલ આર્ટ ગેલેરી નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ સોશ્યલ મીડિયામાં ભારતભરમાં પ્રથમ નંબર ઉપર કામ કરે છે અને જૂનાગઢ ખાતે ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રોજગારી પુરી પાડે છે. આ તકે તેઓ દ્વારા ૧૦૦ જેટલા નવા યુવક યુવતીઓને રોજગાર આપવા માટે કટીબધ્ધતા દાખવેલ. આ ઉપરાંત શ્રી લેઉઆ પટેલ સમાજનાં રાજકીય અગ્રણી અને મહાનગર પાલિકાનાં પદાધિકારીઓ એવા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણા, બાંધકામ સમિતિનાં ચેરમેન ધર્મેશભાઈ પોશીયા, સંયોજન સમિતિનાં અધ્યક્ષ ગોપાલભાઈ રાખોલીયા, કુસુમબેન અકબરી, મંજુલાબેન પરસાણા, ભાવનાબેન હીરપરા, નટુભાઈ પટોળીયા આ તકે ઉપસ્થિત રહેલ હતા. આ તકે સ.પ.ક.મ.નાં પ્રમુખ હરેશભાઈ વઘાસીયા દ્વારા શબ્દોથી સ્વાગત કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકારેલ હતા. આ મંડળની કાર્યવાહી વિષે માહિતી આપતા ડો. જી.કે. ગજેરાએ મંડળ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી  પ્રવૃતિઓ જેવી કે, આરોગ્યવર્ધક કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, માહિતી કેન્દ્ર, પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ સંદેશ આપવાની કામગીરીઓ તેમજ કોરોના કાળ દરમ્યાન જરૂરીયાતમંદ પરિવારોને ફુડ પેકેટ વિતરણ કરેલ તેની માહિતી આપેલ અને આ પ્રવૃત્તિ બદલ કર્મચારી મંડળને અભિનંદન પાઠવેલ હતા. આ તકે સ.પ.એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જે.કે. ઠેશીયા દ્વારા શ્રી સ.પ.ક.મ.ની પ્રવૃતિને બિરદાવેલ તેમજ સાથે સાથે એવો સંદેશ આપેલ કે લેઉઆ પટેલ સમાજનાં ગ્રામ્ય લેવલે જે ખેડૂતો તેમજ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો મળી શકે તે માટે જન જાગૃતિ અભિયાન માટે સૂચક ટકોર કરેલ હતી. તેમજ આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા જીવનમાં ભણતરનું મહત્વ સમજાવેલ અને સ.પ.ક.મ.ની પ્રવૃતિને બિરદાવેલ તેમજ આ તકે સમૂહ લગ્નનાં પ્રણેતા હરસુખભાઈ વઘાસીયા દ્વારા સમાજમાં ચાલતી બદીઓને કઈ રીતે દુર કરવી તે બાબતે સમાજને જાગૃત કરવા માટે કર્મચારી મંડળને હાકલ કરેલ હતી. આ તકે મધુરમ કન્સ્ટ્રકશનનાં એમ.ડી. જેન્તીભાઈ વઘાસીયા ઉપસ્થિત રહેલ હતા. તેઓએ સમાજની સંસ્થાઓને જે દાનભેટ મળે છે તેનો શૈક્ષણિક તેમજ રોજગારી ક્ષેત્રે સદુપયોગ થાય તે બાબતે ભાર મુકેલ હતો. આ તકે સમારંને સફળ બનાવવા માટે સ.પ.ક.મ.ના પ્રમુખ હરેશભાઈ વઘાસીયા, ઉપપ્રમુખ સંજયભાઈ અકબરી, કિશોરભાઈ ધડુક, શૈલેષભાઈ ભુવા, બાઘુભાઈ ડોબરિયા, જેન્તીભાઈ વસોયા, પ્રકાશભાઈ ભંગડીયા, અલ્પેશભાઈ વેકરીયા, જે.કે. વસોયા, પ્રવીણભાઈ ચોથાણી, પી.ડી. ગજેરા, કપિલભાઈ સુદાણી, અરવિંદભાઈ ગજેરા, જીગ્નેશભાઈ દુધાત તેમજ શ્રી સભાડીયા દ્વારા જહેમત ઉઠાવેલ હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઈ દોમડીયા દ્વારા કરેલ અને કાર્યક્રમનાં અંતે પી.ડી. ગજેરા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!