ગીર જંગલ બોર્ડરના ઇકોસેન્સેટીવ ઝોનમાં ચાલતી છ જેટલી ગેરકાયદેસર ખાણો એએસપીએ ઝડપી પાડી

0

ગીર સોમનાથ જીલ્લામાં ગીર બોર્ડર નજીકના ઘાટવાડ ગામના ઇકો સેન્સેટીવ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખાણો ઉપર ફરી એકવાર એએસપીએ દરોડો પાડી સપાટો બોલાવતી કાર્યવાહી હાથ ધરી કટર મશીન, જનરેટર સેટ, ટ્રેકટર-ટ્રોલી સહિત રૂા.૧૨ લાખનો મુદામાલ સીઝ કરતા ચકચાર મચી ગઇ છે. તમામ વિભાગોને અંધારામાં રાખી મોટરસાયકલ ઉપર સવાર થઇ એએસપીએ ચુનંદા સ્ટાફ સાથે ૬ જેટલી ગેરકાયદેસર ખાણો ઉપર દરોડો પાડતા ખળભળાટ મચી ગયો છે. આ ગેરકાયદેસર ખાણો કોડીનારના દિલીપ બચુ બારડ અને ભાવસી ગાંડા દ્વારા ચલાવાતી હોવાનું સામે આવ્યુ છે. તો ગઈકાલ સવારથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દોડી જઇ ગેરકાયદેસર ખાણોમાંથી કેટલી ખનીજ ચોરી થઇ તેની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે. કુદરતી બક્ષીસો ધરાવતા ગીર સોમનાથ જીલ્લામાં તંત્રીની મીઠી નજર હેઠળ અને રાજકીય ઓથ નીચે બેરોકટોક ખનીજ સંપદાઓની ખુલ્લેઆમ લુંટ ચાલી રહી છે. જેને રોકવામાં સરકારથી લઇ જવાબદાર તંત્ર નપુસંક સાબિત થતુ જણાય છે. એવા સમયે ગીર સોમનાથ જીલ્લા એએેસપી ઓમપ્રકાશ જાટને મળેલ બાતમીના આધારે તેઓએ ચુનંદા સ્ટાફ સાથે સિંઘમ સ્ટાઇલની માફક મોટર સાયકલ ઉપર સવાર થઇ ગેરકાયદેસર ખાણો ઉપર ત્રાટકી સપાટો બોલાવ્યો છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકામાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં જામવાળા-ઘાંટવડ આસપાસ રાત્રીના સમયે સરકારી જમીનોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ચુનંદા સ્ટાફને સાથે રાખી બાતમીવાળા વિસ્તારમાં ઓમપ્રકાશ જાટે દરોડા પાડયા હતા. જેના પગલે થોડા સમય માટે ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જાે કે, એએસપીના દરોડામાં ઘાંટવડ ગામના ભલગરીયા વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખાણો ચાલતી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ વિસ્તારમાંથી એએસપીએ એક પછી એક મળી કુલ ૬ ગેરકાયદેસર ખાણો ઉપર દરોડા પાડી ૬ જેટલા કટર મશીનો, ૧ જનરેટર સેટ, ૧ ટ્રેક્ટર- ટ્રોલી સહિત કુલ રૂા.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ગેરકાયદેસર ખાણો કોડીનારના દિલીપ બચુ બારડ અને ભાવસી ગાંડા દ્વારા ચલાવતી હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. આ દરોડા અંગે રાત્રીના અંધારામાં રખાયેલ ખાણ ખનીજ વિભાગને સવારે જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી આવી કઇ ખાણમાંથી કેટલી ખનીજની ચોરી થઇ તે જાણવા માપણી કરવા સહિતની કામગીરી શરૂ કરી હતી. તો એએસપીના ઓચિંતા દરોડાના પગલે ખળભળાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જીલ્લાના એએસપી ઓમપ્રકાશ જાટને આ અગાઉ પણ બાતમી મળતા બે વખત આવી જ રીતે આ જ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર ખાણો ઉપર દરોડો પાડી સપાટો બોલાવતી કાર્યવાહી કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે જાે એએસપીને ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની માહિતી મળતી હોય તો પછી સંબંધિત ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, કલેકટર, સ્થાનીક પોલીસને શું બાતમી કે માહિતી નહીં મળતી  હોય ? જાે મળતી હોય તો શું કામ દરોડાની કાર્યવાહી તેમના દ્વારા થતી નથી ? તેવા સૂચક સવાલો તંત્રની કહેવાતી નિષ્ઠાપૂર્વકની કામગીરી સામે સંદેહ ઉભા કરી રહયા છે. ગીર સોમનાથ જીલ્લામાં ગીર જંગલની બોર્ડર ઉપર ગેરકાયદેસર ખાણો બેરોકટોક ધમધમે છે જેની સામે અવાજ ઉઠાવનાર આરટીઆઇ એકટીવીસ્ટની ભૂતકાળમાં હત્યા પણ થઇ ચુકી છે. તેમ છતાં આ ગેરકાયદેસર ખનીજ ખનનનો કરોડોનો કાળો કારોબાર બંધ કરાવવામાં રાજય સરકાર અને તંત્ર નિષ્ફળ રહયુ છે. અને જાણકારોના મતે સ્થાનિક તંત્રના સહકાર વિના આવી ગેરકાયદે પ્રવૃત્તિ શક્ય નથી. ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનના કરોડોનો કાળો કારોબાર રાજકીય અને તંત્રના સંબંધિત જવાબદાર તમામ વિભાગોની મિલીભગત અને થતી પ્રસાદીના ભોગે ચાલતો હોવાની કડવી વાસ્તવીકતા હોવાનું જાણકારો જણાવી રહયા છે. ત્યારે આ કાળો કારોબાર હવે અટકશે કે કેમ તે જાેવું રહેશે.દૃગીર સોમનાથ જિલ્લાના એએસપી ઓમપ્રકાશ જાટ દ્વારા ત્રીજી વાર જંગલ બોર્ડર ઉપરની સરકારી જમીનોમાં ચાલતા ગેરકાયદે ખનન ઉપર દરોડા પડ્યા છે. ગંભીર બાબત તો એ છે કે જે સ્થળે ભૂતકાળમાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ જમીનો ઉપર ફરી ભુમાફિયા બેખોફ બની ફરી ખનીજ ખનન કરી રહ્યા છે. જેમાં કોડીનારના દેદાની દેવળી ગામના કુખ્યાત ભાવસી ગાંડા અને દિલીપ બચુ બારડના નામો ત્રીજી વાર સામે આવ્યા છે. આ ભુમાફિયાઓ કોની ઓથ તળે આવી બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે શા માટે તંત્ર આવા ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરતું નથી તેવો વેધક સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!