ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનાં જન્મદિવસ નિમિતે જૂનાગઢ વિવિધ કાર્યક્રમો

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ૬૭માં જન્મદિવસની તૈયારીનાં ભાગરૂપે સેવાકાર્યો અર્થે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને એક અગત્યની મિટિંગ યોજાઈ હતી. જેમાં સંગઠનનાં મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, પ્રદેશ અગ્રણીઓમાં ભરતભાઈ ગાજીપરા, જ્યોતિબેન વાછાણી, પુર્વ મેયર ધીરૂભાઈ ગોહિલ, પુર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, પુર્વ શાસકપક્ષના નેતા નટુભાઇ પટોળીયા તથા કોર્પોરેટરો સર્કીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જન્મદિવસ નિમિત્તે ભાજપા જૂનાગઢ મહાનગરનાં હોદ્દેદારો અને કાર્યકરોએ જૂનાગઢ મહાનગરનાં કુપોષિત બાળકોને દત્તક લેવાની તૈયારી બતાવી હતી અને સંપૂર્ણ તંદુરસ્ત ના થાય ત્યાં સુધી તેમની જવાબદારી લીધી હતી. સાથે સાથે પ્રદેશ અધ્યક્ષનાં જન્મદિવસ નિમિત્તે દરેક મોરચા દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચા દ્વારા છાસ વિતરણ, સ્લમ વિસ્તારમાં નાસ્તા વિતરણ, બક્ષીપંચ મોરચા દ્વારા ૧૦૦ બાળકોને પ્રોટીન પેકેટનું વિતરણ, મહિલા મોરચા દ્વારા સ્લમ વિસ્તારમાં સેનેટરી પેડ વિતરણ, રેડક્રોસ ખાતે આયુષ્યમાન યોજના કાર્ડ ઇ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ, અનુ. જાતિ મોરચા દ્વારા વિકલાંગ બાળકોને ભોજન, લઘુમતી મોરચા દ્વારા આયુષ્યમાન યોજના કાર્ડ ઇ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તા.૧૬-૩-૨૦૨૨ બુધવારનાં રોજ સાજે ૫ કલાકે ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે સાથે કુપોષિત બાળકોનાં સારાં સ્વાસ્થ્ય માટે સુપોષણ અભિયાનના પ્રારંભ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો જન્મદિવસ મનાવવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!