ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ જૂનાગઢના શિક્ષિકા ડો. ખુશ્બુ ગરાળાને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન પ્રાપ્ત થયું

0

અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક ડો. મફતભાઈ પટેલ દ્વારા પ્રતિવર્ષ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે જૂનાગઢ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા ડો. ખુશ્બુ ગરાળાને કેરળના મહામહિમ રાજ્યપાલ આરીફ મહંમદખાનના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું હતું. અમદાવાદ ખાતે યોજાયેલા આ પ્રસંગે રાજ્યભરના સારસ્વતો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ડો. ખુશ્બુબેને બાળઉછેરમાં જાેવા મળતી ક્ષતિઓ અને તેના ઉપાય જેવા મહત્વના વિષયમાં પી.એચડી.ની પદવી મેળવી છે. આ ઉપરાંત તેઓ યોગ ટ્રેનર તરીકે પોતાની શાળાના વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે સ્વાસ્થ્ય સુખાકારી માટે અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યા છે. તેઓ શાળાની વિદ્યાર્થીનીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમને મળેલા આ સન્માન બદલ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, ઇઆઈ મનિષાબેન હિંગરાજીયા તથા શાળાના આચાર્ય કરમટા અને સ્ટાફમિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!