શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા હોલી ઉત્સવ ઉજવાયો

0

શ્રી સંહિતા મહિલા મંડળના સંસ્થાપક વીણાબેન પંડ્યાની યાદમાં હોળીની રંગારંગ રમત રમાડવામાં આવેલી હતી. આ રમતમાં પ્રથમ નંબરને બાબુભાઈ જવેલર્સ તરફથી ૧,૧૦૦ રૂપિયાના ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. આ સાથે કેસરી વસ્ત્ર પરિધાન સ્પર્ધા પણ રાખવામાં આવેલી હતી. જેમાં મહેશ્વરીબેન, નયનાબેન ભટ્ટ, કિરણબેન, ખ્યાતિબેન, રોહીણીબેન, બ્રિન્દાલી વગેરે વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે પુષ્પાબેન પંડયા તથા ભાવનાબેન જાેશીએ સેવા આપી હતી. આ સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોક પઠનના વિજેતા બહેનોને ઇનામ અને ભાગ લેનાર દરેકને આશ્વાસન ઇનામ આપેલ હતા. સાથે મહિલા કોન્સ્ટેબલ ગુરમીત કૌર બેદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરતીબેન જાેશી, પલ્લવીબેન ઠાકર, આદ્યશક્તિબેન, પ્રચેતાબેન વોરા વગેરે હાજર રહ્યા હતા. દરેક બહેનોએ હોળીના રંગમાં રંગાઈને આ કાર્યક્રમની ઉત્સાહથી માણ્યો હતો તેમ ચેરમેન ચેતનાબેન પંડયા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, મંત્રી ભદ્રાબેન વૈષ્ણવ તથા દિપ્તીબેનની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!