મધ્યપ્રદેશના સંત રામપ્રિયદાસજી બાપુ ૧૩૦૦ કિમી દંડવત કરી ૭ માસ અઠયાવીસ દિવસમાં દ્વારકા પહોંચ્યા

0

સિદ્ધ બાવા સ્થાન આશ્રમના મહંતે મધ્યપ્રદેશથી દ્વારકા દંડવતી યાત્રા કરી માનતા પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની અનેરી ભક્તિનો પરિચય આપ્યો હતો. ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા ખાતે લાખો પદયાત્રીઓ આવી રહ્યા છે. ત્યારે સિદ્ધ બાવા સ્થાન આશ્રમના મહંત રામપ્રિય દાસ બાપુ મોરે મધ્યપ્રદેશના બેડા ગામથી દંડવતી યાત્રા કરીને દ્વારકા ખાતે પહોંચ્યા હતા. તેઓએ ૭ માસ અને ૨૮ દિવસે દ્વારકા જગતમંદિરે પહોંચી પોતાની માનતા પૂર્ણ કરીને શ્રીદ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારે બાપુનું સ્વાગત દ્વારકા દેવસ્થાન સમિતિ તથા દ્વારકા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને આવી કઠોર યાત્રા કરનાર સંતને ઉપસ્થિત સૌએ નમન કરી અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!