જૂનાગઢ મનપા દ્વારા વિશ્વ રસીકરણ દિવસ ૧૬ માર્ચના દિવસે સરકારશ્રીની સુચના મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ કાર્યક્રમ વિધીવત શરૂ કરવામાં આવેલ હતો. કમિશ્નર રાજેશ તન્નાના માર્ગદર્શન તથા સુચના મુજબ જૂનાગઢ મનપાના શહેરી વિસ્તારમાં ર૦૦ જેટલી સ્કુલો, અંદાજીત ૧પ હજાર જેટલા ૧રથી ૧૪ વર્ષના બાળકોને કોવિડ રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. જેનો પ્રારંભ સરદાર પટેલ કન્યા છાત્રાલય જાેષીપુરાથી સવારે ૯.૩૦ કલાકે મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, આરોગ્ય સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર તથા સંસ્થાના ટ્રસ્ટી ગણ અને ઉૐર્ંના પ્રતિનિધી ડો.વિનયકુમાર, મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ડો.રવિ ડેડાણીયા સહિતના અધિકારી તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews