સોમનાથ અને મુળદ્રારકાના દરીયામાંથી ગેરકાયદેસર માછીમારી કરી રહેલ એક ફીશીંગ બોટ અને પીલાણી હોડીને સાત માછીમારો સાથે ઝડપી લેવાયા

0

સોમનાથ મંદિરની સામે દરીયામાંથી ફીશીંગ બોટ અને મુળ દ્રારકાના દરીયામાંથી પીલાણી હોડીને સોમનાથ અને નવાબંદર મરીન પોલીસની જુદી જુદી ટીમોએ દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ગેરકાયદેસર માછીમારી કરતી ઝડપી લીધી હતી. આ બંને બોટોમાં માછીમારી કરી રહેલ સાત જેટલા માછીમારોની અટક કરી રાજયના મત્યોદ્યોગ નિયમો મુજબ બે ગુનાઓ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા માછીમારોમાં ખળભળાટ મચી ગયો છે.
રાજયની દરીયાઇ સુરક્ષા છાશવારે સવાલો ઉભા થઇ રહયા છે એવા સમયે આંતકીઓની હિટલીસ્ટમાં રહેલ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિરના દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી બે જેટલી બોટોને ઝડપી લઇ જીલ્લા મરીન પોલીસે દરીયાઇ સુરક્ષા બાબતે તંત્ર સર્તક હોવાની સાબિત સમાન કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા સોમનાથ મરીનના પીઆઇ એન.જી. વાઘેલાએ જણાવેલ કે, દરીયામાં અમુક બોટો કોઇપણ જાતની મંજૂરી વગર ફરી રહી હોવાની બાતમી મળી હતી. જેને લઇ પીએસઆઇ વી.આર. રાઠોડ, હે.કો. પ્રવિણ બામણીયા સહિતનો સ્ટાફ સરકારી સ્પીેડ બોટમાં સોમનાથના દરીયામાં પેટ્રોલીંગ અર્થે જઇ મધદરીયે બોટોનું ચેકીંગ કરી રહયા હતા. ત્યારે સોમનાથ મંદિરની સામેના દરીયામાં અંદાજે છ નોટીકલ માઇલ દુર માછીમારી કરી રહેલ નં.ૈંદ્ગડ્ઢ-ય્ત્ન-૩૨-સ્સ્-૨૮૭૩ ઘનલક્ષ્મી નામની બોટ પાસે જઇ તેમાં રહેલ મહેન્દ્ર દીનુ મેઢા, રાહુલ લખુ કાકર, રાજેશ ચંદે બેગડા, હસમુખ મેઢા, સુનીલ વાંગડ સહિત પાંચ માછીમારો પાસે માછીમારી કરવા દરીયામાં જવા અંગેની પાસ પરમીટ, બોટ રજી.ના કાગળો તથા મુવમેન્ટ રજીસ્ટરની માંગણી કરી ચેક કર્યા હતા. જેમાં તેઓએ અત્રેની ફીશરીઝ વિભાગ કચેરીમાંથી દરીયામાં માછીમારી કરવા જવા માટે તા.૧૫-૨-૨૨ થી તા.૭-૩-૨૨ સુધીનું ટોકન (પરમીશન) લીધેલ હતી. ત્યારબાદ માછીમારી કરવા માટે કોઈ ટોકન લીધા વગર માછીમારી કરી રહયાનું સામે આવ્યું હતુ. જેના આધારે દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ તેમાં રહેલ પાંચેય માછીમારોની અટક કરી તેઓ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમોની કલમો મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા કિસ્સા અંગે નવાબંદર મરીન પોલીસના પીએસઆઇ કે.જે. ચૌહાણે જણાવેલ કે, દરીયામાં નિયમિત પેટ્રોલીંગ અર્થે સ્ટાફના લલીત ચુડાસમા, રવિરાજ બારડ, રાજેશ ડોડીયા સરકારી બોટમાં મુળદ્રારકા તરફના દરીયામાં ગયા હતા. ત્યારે મુળદ્વારકા જેટીથી અંદાજે ૩ નોટીકલ માઇલ દુર દરીયામાં રજી.નંબર ૈંદ્ગડ્ઢ-ય્ત્ન-૩૨-સ્ર્ં ૬૩૦૬ જય સીતળા માં નામની પીલાણી (નાની) હોડી દરીયામાં માછીમારી કરી રહી હતી. જેથી તેની નજીક પહોંચી હોડીમાં રહેલ માછીમાર (૧) લાલજી સોમવાર ફુલબારીયા (૨) મનોજ લાલજી ફુલબારીયા બંને રહે. મુળદ્વારકાવાળા પાસે માછીમારી કરવા અંગે પાસ પરમીટ, બોટ રજી.ના કાગળો તથા મુવમેન્ટ રજીસ્ટર મેળવી ચેક કરતા તેઓએ ફીશરીઝ વિભાગમાંથી દરીયામાં માછીમારી કરવા જવાનુ ટોકન નહી લીધાનું જાણવા મળેલ હતુ. જેના આધારે દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ બંને માછીમારોની અટક કરી તેઓ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમોની કલમો મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, દરીયાઇ સુરક્ષા સામે સવાલો ઉઠયા બાદ છેલ્લાં થોડા સમયથી દરીયાઇ સુરક્ષા સંભાળતી મરીન પોલીસ એકશનમાં આવી હોય તેમ થોડા દિવસો અગાઉ પણ સોમનાથ અને કોડીનાર પંથકના દરીયામાંથી ગેરકાયદેસર રીતે માછીમારી કરી રહેલ બોટો અને હોડીઓ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ફરી બે બોટો ઝડપી લેતા માછીમાર વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!