જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સૌથી મોટું માર્કેટ કેશોદનું માર્કેટ છે, આ ત્રણેય જિલ્લાની મુખ્ય ખરીદી મોટા ભાગે કેશોદ બજારમાંથી જાેવા મળે છે, કેશોદમાં કપડા બજાર, રિક્ષાની બનાવટ, એગ્રિકલચરની બજાર અને ફર્નિચરની બજાર મોટા પાયે છે. ત્યારે કેશોદના વેપારીઓને મોટા ભાગની પોતાની ખરીદી માટે સુરત અથવા બોમ્બે અવરજવર કરવી પડતી હોય છે પરંતુ સુરત અને બોમ્બે અવરજવર માટે કેશોદના વેપારીઓ પાસે કોઈ માધ્યમ નહોતું, વેરાવળ બાન્દ્રા ટ્રેન સુરત અને બોમ્બે જતી હોય પરંતુ કેશોદ ખાતે સ્ટોપ ના હોય એટલે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને એટલા માટે આ ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપ આપવામાં આવે એ માટે વેપારીઓ અને વેપારી સંગઠનો દ્વારા, સામાજિક સંગઠનો દ્વારા તંત્રને અને સતાધારી પક્ષને લાંબા સમયથી અનેક રજુવાતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નહોતું. ત્યારે આ બાબતની વેપારીઓ દ્વારા આમ આદમી પાર્ટીને રજુઆત કરાતા આમ આદમી પાર્ટીએ ૨૫૦ વેપારી સંગઠનોના લેટર પેડ સાથે મામલતદાર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી અને નિરાકરણ ના આવે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામે રેલ રોકો આંદોલનની ચીમકી પણ આપી હતી અને ત્યારબાદ વેપારી મહામંડળ દ્વારા ૧૯ તારીખે રેલ રોકો આંદોલનની જાહેરાત પણ કરવામાં આવી હતી અને આ રેલ રોકો આંદોલનમાં આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું હતું ત્યારે આ તમામ રજુઆતો અને ચિમકીઓ બાદ ૧૭ તારીખે આ ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ સ્ટોપ અપાતા આમ આદમી પાર્ટીએ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામની આગેવાનીમાં શરદ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી, ફટાકડા ફોડી તેમજ વેપારીઓને ફૂલ આપી તેમજ મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી, આ તકે પ્રવીણભાઈ રામની સાથે કેશોદ શહેર તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ વધુમાં આ બાબતે પ્રવીણભાઈ રામની પ્રતિક્રિયા લેતા એમણે જણાવ્યું હતું કે, આ જીત અમારી નહિ પરંતુ કેશોદના વેપારીઓ અને કેશોદની જનતાની જીત છે, અમે તો માત્ર નિમિત્ત માત્ર છે અને જનતાના પ્રશ્નો ઉઠાવી એમને નિરાકરણની દિશામાં લઈ જવું એ અમારી ફરજ છે, આમ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામે ક્રેડિટ પોતે ના લેતા કેશોદના વેપારીઓ અને જનતાને ક્રેડિટ આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews