જૂનાગઢ ખાતે ત્રીમૂર્તી મલ્ટિસ્પેસિયાલિટિ હોસ્પિટલ્સ ખાતે આઝાદીના ૭૫માં અમ્રુત મહોત્સવ નિમિતે ૭૫ કુપોષિત બાળકોને પોષક આહાર કિટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સી.આર. પાટીલના દીર્ઘાયુસ્ય માટે નર્સો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજ્ય ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા, ડો. ડી.પી. ચીખલીયા ચીખલીયા ચેરમેન ગુજરાત સ્ટેટ હા.ફા.કો.લી., પ્રમુખ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન અને મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગ ડિરેક્ટર અમ્રૂતભાઈ પોકીયા દ્વારા ભરતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલના ૬૭માં જન્મદિવસ નિમિતે દીર્ઘાયુસ્ય માટે નિરોગી અને સારૂ સ્વાથ્ય માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. નિઃશુલ્ક નેત્ર યગ્ન સાથે ફ્રી આંખનું ઓપરેશનના કેમ્પનું આયોજન કરાયું હતું જેમા ૩૦૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને ઈન્દ્રભારતી બાપુ અને બીજેપીના જવેરીભાઈ ઠકરાર, મનપાના મેયર ગીતાબેન પરમાર હાજર રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સાથે સાથે સી.આર. પાટીલના જન્મદિવસની કેક કાપીને ૭૫ કુપોષિત બાળકોને કિટ વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ બીજેપીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવો અને કાર્યકરોનો આભાર માન્યો હતો અને ખાસ ડોલરભાઈ કોટેચા અને ડો. ડી.પી. ચીખલીયાનો આભાર સાથે અભિનંદીત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. દેવરાજ ચીખલીયાના માર્ગદર્શન હેઠળ એચઆર આદિત્ય મહેતા, પીઆરઓ મનિષા કોયણી દ્વારા જહેમત ઉઠાવાય હતી. કાર્યક્રમનું સંચાલન ઉમેદ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews