ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનાં જન્મદિવસ નિમિતે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યનાં આયોજન કરવામાં આવેલ હતા. જેમાં કીશાન મોરચા દ્વારા સવારમાં વૃધ્ધાશ્રમમાં જલેબી-ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવ્યો હતો, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કાળવા ચોક ખાતે છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા મોરચા દ્વારા સ્લમ વિસ્તારમાં સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યાં હતાં, લઘુમતી મોરચા દ્વારા લઘુમતી વિસ્તારમાં આયુષ્યમાન યોજના કાર્ડ તથા ઇ-શ્રમ કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુ. જાતિ મોરચા દ્વારા વિકલાંગ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર સંગઠન દ્વારા કાશ્મીર ધ ફાઇલ ફીલ્મ જાેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગર ટાઉનહોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું લાઇવ વક્તવ્ય તથા જૂનાગઢ મહાનગર દ્વારા કુપોષિત બાળકોને પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર સંગઠન દ્વારા વિકલાંગ બાળકો માટે જાદુગરનાં શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાદુગરનો શો અને વિકલાંગ બાળકો સાથે કેક કાપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢની મંદબુદ્ધિ બાળકોની સંસ્થા મંગલમુર્તિનાં ૧૦૦ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઇ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીમ્ભા, પુર્વ મેયર આધ્યશક્તિબેન મજમુદાર, પુર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટરો તથા મહાનગર ભાજપા અગ્રણી નિલેશભાઈ ધુલેશીયા, પ્રદેશ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, ભરતભાઈ ગાજીપરા, જ્યોતિબેન વાછાણી, સંગઠનનાં હોદ્દેદારો પદાધિકારીઓ મહિલા મોરચો, કીશાન મોરચો, બક્ષીપંચ મોરચો, અનુ. જાતિ મોરચો, લઘુમતી મોરચાના હોદેદારો મિડિયા વિભાગનાં સંજય પંડ્યા, સુરેશ પાનસુરીયા, આમંત્રીત મહેમાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચાના પ્રમુખ મનન અભાણીનાં નૈતૃત્વમાં યુવા મોરચાના મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયા, રૂષીકેશ મર્થક, વનરાજ સુત્રેજા, પરાગ રાઠોડ તથા યુવા મોરચાની ટીમ આઇટી વિભાગના અક્ષીત મહેતા તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!