દ્વારકાધીશનાં જગત મંદિરમાં રંગારંગ દોલોત્સવ ઉજવાયો

0

ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીમાં ફુલડોલ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્થની સાથે ઉજવવા ભકતો ભારતના ખૂણે ખૂણેથી દ્વારકા ઉમટી પડેલ હતાં. ગઈકાલે બપોરે ૧.૩૦ થી ૩.૩૦નાં સમય દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકોનાં ઘસમસતા પ્રવાહ સાથે જગત મંદીરમાં ફુલડોલ ઉત્સવની અબીલ-ગુલાલની પ્રચંડ છોળો સાથે આનંદ, ઉલ્લાસ અને ભકિતભાવ પૂર્વક ફુલડોલની ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉત્સવમાં શ્રી કૃષ્ણની બાળલીલાની ગાથાઓ સાક્ષાત ઉજાગર થયેલ. આ નયનરમ્ય દ્રશ્ય અને ભગવાનની લીલાઓનો આસ્વાદ માણવા ગુજરાત સહીત ભારતભરમાંથી શ્રી કૃષ્ણ ભકતો અને શ્રધ્ધાળુઓના પગપાળા સંઘો દ્વારા દ્વારકા આવી પહોંચેલ હતાં. પવિત્ર યાત્રાધામ દ્વારકાનું દિન-પ્રતિદિન મહત્વ વધતુ જાય છે. જેથી જગત મંદિરમાં ઉજવણા અગ્રેસર તહેવારોમાં યાત્રીકો મોટી સંખ્યામાં અહીયા આવે છે. ફુલડોલ ઉત્સવ પણ જગત મંદિરમાં ઉજવાતા અગ્રેસર તહેવારો પૈકીનો હોવાથી હોળી-ધુળેટીનાં તહેવારોનું વિશેષ મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા કરીને દ્વારકા પધારેલ અને ફુલડોલ ઉત્સવનો લાભ લીધેલ. હકડેઠઠ જનમેદની વચ્ચે ઉજવાયેલા ફુલડોલ ઉત્સવમાં ભાવિકોએ મન મુકીને શ્રી કૃષ્ણ ભગવાન સાથે અબીલ-ગુલાલ સાથે નિર્દોષ ભાવે ધુળેટી પર્વની વિશેષ ઉજવણી કરી હતી. હોળી તથા ધુળેટીનાં આ ઉત્સવમાં દ્વારકાધીશ મંદીરનાં વારસદાર પ્રવિણભાઈ પુજારી દ્વારા માર્ગદર્શન હેઠળ થયેલ. સમગ્ર હોળી તથા ધુળેટીના તહેવારને અનુલક્ષીને દ્વારકામાં આશરે ૩ લાખ જેટલા ભાવિકોએ દ્વારકાધીશનાં દર્શનનો લાભ લીધેલ આટલી મોટી સંખ્યામાં આવેલા યાત્રીકોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દ્વારકાધીશ દેવસ્થાન સમીતી, દ્વારકા પોલીસ તથા સંબંધીત વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

error: Content is protected !!