જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ભવ્ય પાટોત્સવ ઉજવાશે

0

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાય મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાન સ્વામીનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહીતનાં દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે તેવા ઐતિહાસીક ગરીમાથી યુકત જૂનાગઢ શહેરનાં ગૌરવરૂપ ૧૯પ વર્ષ પૂર્વે ભગવાનશ્રી સ્વામીનારાયણ સ્વહસ્તે પ્રતિષ્ઠીત સ્વામીનારાયણ મંદિર ખાતે રાજાધિરાજ રાધારમણદેવનાં સમીપે બિરાજમાન હરીસ્વરૂપ ભગવાન હરીકૃષ્ણ મહારાજનો ૧૬રમો વાર્ષિક પાટોત્સવ આવતીકાલ તા. ર૦-૩-રર રવિવાર, ફાગણ વદ-રનાં રોજ ધામધૂમપુર્વક ઉજવાશે.  આ પ્રસંગે વડતાલધામથી પ.પૂ.૧૦૮ લાલજી  શ્રી સૌરભપ્રસાદજી મહારાજ તથા અ.સૌ. લક્ષ્મીસ્વરૂપ  પૂ. ગાદીવાળાશ્રી પધારી ખાસ દર્શન આર્શિવચન પાઠવશે. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ જળયાત્રા તેમજ વિશેષ  પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજી વ્યાસાસને ધર્મસભાનું આયોજન આજ તા. ૧૯-૩-રર શનિવારે રાત્રે ૯ કલાકે યોજાશે. ધામ-ધામથી સંતો-મહંતોનાં પવિત્ર સાંનિધ્યમાં  શ્રી ઠાકોરજીઓ દિવ્ય અભિષેક, અન્નકુટ, મહાઆરતી અને સત્સંગસભા પાટોત્સવ દિવસે થશે. આ દિવ્ય ધર્મોત્સવમાં પધારવા માટે ચેરમેન કો. સ્વામી દેવનંદનદાસજી તથા મુખ્ય કોઠારી શા. સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તેમજ  કો. પી.પી. સ્વામી દ્વારા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!