કોઈ માપવા માટે તો કોઈ પામવા માટે સાંભળે છે : મોરારીબાપુ

0

જગતજનની માં જાનકીની જન્મભૂમિ અને ભગવાન રામ અને જાનકીની પરિણયભૂમિ-જનકપુરથી પ્રવાહિત રામકથામાં બાપુએ વિવિધ પ્રકારની જિજ્ઞાસાઓને સંવાદ સાથે ગૂંથીને કહ્યું કે એક ખૂબ નાનકડો ઉપનિષદ છેઃસિતોપનિષદ.આમ તો સન્યાસ જગતમાં ૧૨ ઉપનિષદને માન્યતા અપાઇ છે.કોઈ ૧૧ ને જ માન્યતા આપે છે,કોઈ ૧૦૮ ઉપનિષદ પણ બતાવે છે.જેમાંના ઘણા પ્રાપ્ય છે ઘણા અપ્રાપ્ય. બાપુએ પૂછ્યું કે કથા શા માટે સાંભળવી જાેઈએ?બે પ્રકારના શ્રોતાઓ હોય છે. બીજાઓની ભૂલ કાઢનારા અને પોતાની જ ભુલ કાઢી અને સાંભળનારા.કોઈ માપવા માટે તો કોઈ પામવા માટે સાંભળે છે.
રામચરિતમાનસને ચાર પ્રકારે લેવું જાેઈએઃદરસ, પરસ (સ્પર્શ), મજ્જન અને પાન. આપણે ગ્રંથિઓનું દર્શન કરીએ છીએ ગ્રંથનું ક્યાં કરીએ છીએ ! કોઈ પણ ગ્રંથના દર્શન પછી સ્પર્શ કરવાનો ભાવ જાગે છે અને સ્પર્શ કરવાથી આંસુ આવે છે એટલે આપણે આપણી જ ગંગામાં સ્નાન કરીએ છીએ અને આપણા આંસુ કોઈ પીતું નથી પોતે જ પોતાના આંસુઓનું પાન કરવું પડશે.બાપુએ પૂછ્યું કે દર્શન મહત્વનું છે કે સુમિરન(સ્મરણ) મહત્વનું છે ? દશરથને દર્શન ન થયા પણ સુમિરણ સતત ચાલુ રહ્યું,રાવણને દર્શન થયા પણ સુમિરણ ક્યારેય ન હતું. દર્શનથી વધારે સ્મરણમાં રૂચિ રાખો. માનસનું જ્ઞાન ઓછું હશે તો ચાલશે ગાન ભરપૂર હોવું જાેઈએ.

error: Content is protected !!