માંગરોળ પોલીસ સ્ટેશનમાં વર્ષો જુના ડિટેઇન કરેલ વાહનોની કરાઈ હરરાજી

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાંથી વાહન ખરીદીમાં ગ્રાહકોએ હાજર રહી બોલી બોલી હતી. માંગરોળ પોલીસે સ્ટેશનમાં ઘણા સમયથી ડિટેન કરેલ મોટરસાયકલ અને રિક્ષા સહિતના વાહનનો પકડાયેલ જેને પોલીસ દ્વારા વર્ષોથી પોલીસ સ્ટેશનમાં પડતર પડેલ અને માલિક પાસે કાગળો ન હોવાથી પોતાના વાહન છોડવવા ના આવેલ હોય તેવા વાહનોની પોલીસ સ્ટેશન ખાતે હરરાજી કરવામાં આવેલ હતી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ આ હરરાજીમાં મોટર સાઈકલો, રિક્ષાઓ સહિત કુલ ૧૨૩ વાહનોની હરરાજી કરવામાં આવી હતી. જેમાં ગ્રાહકો દ્વારા બોલી લગાવવામાં હતી. જેમાં તમામ વાહનો ૩ લાખ ૮૦ હજારમાં વહેંચવામાં આવ્યા હતા. આ હરરાજીમાં ડીવાયએસપી કોડિયાતર, આરટીઓ કચેરીના એમ.એમ. ચૌધરી, પીએસઆઈ પરમાર, પીએસઆઈ જાેશી, નાયબ મામલતદાર પરસાણીયાએ હાજરી આપી હતી.

error: Content is protected !!