ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસીય મિડીયા કાર્યશાળા યોજાઈ

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં અધ્યક્ષસ્થાને પ્રદેશ મિડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા સુભેન્દુ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરતભાઈ ડાંગર, હિતેનભાઇ કનોડિયા, રૂત્વિજભાઇ પટેલ, ચૈતન્ય શંભુ મહારાજ, બિજલબેન પટેલ, જ્યોતિબેન, ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગનાં હોદ્દેદારો, મિડિયા વિભાગનાં પ્રવક્તાઓ, ડીબેટ વક્તાઓ, ઝોન ઇન્ચાર્જઓ, જીલ્લા મહાનગરનાં કન્વિનર સહકન્વિનરોની ઉપસ્થિતિમાં મિડિયાનાં અલગ-અલગ વિષયો ઉપર રાષ્ટ્રીય પ્રવક્તા સુભેન્દુ ત્રિવેદી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા યમલભાઇ વ્યાસ, જીટીપીએલનાં દેવાંગભાઈ ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યશાળાનું સંચાલન મિડિયા વિભાગનાં પ્રદેશ કન્વિનર યજ્ઞેશભાઇ દવેએ કર્યું હતું. આ કાર્યશાળામાં જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માની સુચનાથી મિડીયા વિભાગનાં સંજય પંડ્યા, જીતુ ઠકરાર તથા વોર્ડ નં.-૧૦નાં કન્વિનર ભુમિત રાવલે ભાગ લીધો હતો અને માર્ગદર્શન મેળવ્યું હતું.

error: Content is protected !!