પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. આ સમારોહની પૂર્વ તૈયારીઓના સંદર્ભે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જિલ્લા સેવા સદન ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ વર્ચ્યુઅલી હોવાથી ઈન્ટરનેટ કનેક્ટીવીટી અવિરત જળવાઈ રહે માટે ખાસ તકેદારી લેવા સૂચના આપી હતી. તેમ જ સુચારૂ વ્યવસ્થા અને કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે માટે સબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર રએલ.બી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. જે. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. એસ. મંડોત, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.