માંગરોળના કેશોદ રોડ ઉપર ગ્રીન સોસાયટીમાં રહેણાંક હેતુના પ્લોટમાં ધંધાકીય દુકાનનું બાંધકામ કરી દૂધ ડેરીનો પ્લાન ચાલું થતા સોસાયટી લોકોએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવતા પાલિકાએ દૂધ ડેરીઓ પ્લાન સીલ દીધો હતો. આ બાબતની વિગત એવી છે કે, માંગરોળના કેશોદ રોડ ઉપર બાયપાસ નજીક ગ્રીન સોસાયટીના નામે રેસીડન્ટ હેતુથી બિન ખેતી થયેલ તેમાં પ્રદીપ નાનજી ધનેશાએ આગળ મોરાનો પ્લોટ ખરીદી લિધેલ અને તે પ્લોટમાં કોમર્શિયલ (દુકાન)નું બાંધકામ કરી માધવ ડેરીના નામથી દૂધ ડેરીનો પ્લાન શરૂ કરી દીધેલ પરંતુ તેનાથી સોસાયટીમાં રહેતા અન્ય લોકોને તકલીફ પડતાં અનેક જગ્યાએ ફરીયાદો કરી હતી. આખરે લોકો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે દૂકાન સીલ કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ પાલિકા તંત્ર દ્વારા થોડી આનાકાની થતા આખરે હાઈકોર્ટે ચીફ ઓફિસરને તેડું મોકલતા ગઈકાલે ચીફ ઓફિસર મેહુલ જાેઘપરાએ પોલીસ બંદોબસ્ત રાખી દૂકાનમાં સીલ લગાવી દિધુ હતું. બીજી દુકાનમાં દૂધ હોવાથી દૂકાન માલિકને ૨૪ કલાકની મુદત આપી છે. માંગરોળમાં એમ. એમ.ના નામથી પ્રખ્યાત પેઢીની દૂકાન સીલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.